ખેલ-જગત
News of Saturday, 16th June 2018

ભારતીય ક્રિકેટર્સમાં કોનો પગાર છે વધુ વિરાટ કે ધોની?

નવી દિલ્હી: ભારત જેવા વિશાળ દેશ માટે ક્રિકેટ માત્ર રમત નથી પરંતુ એક ધર્મ છે. ભારતમાં લોકોનો મનપસંદ બની ચૂકેલ રમતના ખેલાડીઓની પણ લોકો ભગવાનની જેમ પૂજા કરતા હોય છે. એવા ઘણા ક્રિકેટર્સ છે જેઓ દુનિયાના સૌથી મોંઘા ક્રિકેટર્સની યાદીમાં સ્થાન મેળવે છે. બીસીસીઆઈ આખા વિશ્વમાં ક્રિકેટનું સૌથી મોંઘુ બોર્ડ છે. અને તેના કોઈ હેરાન થવાની વાત પણ નથી. બીસીસીઆઈ પોતાના ખેલાડીઓને વધુ પગાર પણ આપે છે. હવે વાત કરીયે કોનો પગાર કેટલો છે તો તાજેતરના ભારતના કેપ્ટાન વિરાટ કોહલીની સેલેરી 7 કરોડ રૂપિયા છે અને પૂર્વ કેપ્ટાન એમ એસ ધોનીની સેલેરી 5 કરોડ રૂપિયા છે. સેલેરી   ગ્રેડ અને બી ગ્રેડ એમ ભાગ કરીને આપવામાં આવે છે. ગ્રેડ સેલેરીમાં બે ભાગ છે જેમાં ટોપ-5 પ્લેયર્સને 7 કરોડ સેલેરી મળે છે અને બીજા ને 5 કરોડ ચુકવવામાં આવે છે ટોપ-5માં વિરાટ કોહલી, રોહિત શર્મા,શિખર ધવન, જસપ્રીત બુમરા અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. જયારે 5 કરોડની લિસ્ટમાં એમ.એસ ધોની, અંજિક્ય રહાણે, રવિચનાદરન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વૃદ્ધિમાં સહા, સ્થાન મેળવે છે. બી ગ્રેડમાં આવનાર પ્લેયર્સને 3 કરોડ ચુકવવામાં આવે છે જેમાં ઉમેશ યાદવ,યુજુવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા,ઇશાંત શર્મા, દિનેશ કાર્તિક, મુહમ્મ્દ શમી, કેએલ રાહુલનો સમાવેશ થાય છે.

(4:42 pm IST)