ખેલ-જગત
News of Saturday, 16th June 2018

હાથી દ્વારા ભવિષ્ય કથન...!!

 સમ્રગ દુનિયામાં ફુટબોલ ફિવર છવાયો છે ત્યારે જર્મનીના એક ઝુમાં હાથી દ્વારા ફુટબોલની આગામી મેચ અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. રવિવારે જર્મની અને મેકસિકો વચ્ચે મેચ રમાવાની છે ત્યારે જર્મનીના હોડેનહેગન ખાતે આવેલા સેરેગેટી પાર્કમાં હાથીને ફુટબોલ રમાડીને ભવિષ્ય ભાખવાનો પ્રયાસ કરાયો હતો. હાથીએ પાંચમાંથી ત્રણ વખત મેકિસકોના ગોલપોસ્ટમાં ગોલ કરીને જર્મનીના વિજયની આશા જગાવી હતી.

(3:55 pm IST)