ખેલ-જગત
News of Saturday, 16th June 2018

ટાઈગરે કરી જર્મનીની જીતની ભવિષ્યવાણી

ફૂટબોલ વર્લ્ડકપને લઈને ફૂટબોલ ચાહકો જાત-જાતનાં ગતકડા કરતાં હોય છે. બિલાડી અને હાથી બાદ ગઈકાલે કઈ ટીમ મેચ જીતશે એ નક્કી કરવાનો વારો વાઘનો હતો. આવતી કાલે જર્મની અને મેકિસકો વચ્ચે ફૂટબોલની મેચ રમાવાની છે, પરંતુ એ પહેલા જર્મનીમાં આવેલા એક ઝૂમાં બે બોકસમાં માંસના ટુકડા રાખવામાં આવ્યા હતા. વાઘે જર્મનીનો ફલેગ ધરાવતા બોકસમાંથી પહેલુ માંસ ખાધુ હતું. આમ હાથી કરતા અલગ ભવિષ્યવાણી વાઘે કરી છે. ગઈકાલે હાથીએ મેકિસકોના ગોલપોસ્ટમાં ગોલ કર્યો હતો.

(3:55 pm IST)