ખેલ-જગત
News of Saturday, 16th June 2018

ફિફા વર્લ્ડકપ :બીજી રોમાંચક મેચમાં ઉરુગ્વેએ 1-0થી ઇજિપ્તને હરાવ્યું:અંતિમ ક્ષણોમાં નિર્ણાયક ગોલ કર્યો

ફિફા વર્લ્ડકપની બીજી મેચ રોમાંચક બની હતી જેમાં ઉરુગ્વેનો અંતિમ ક્ષણોમાં વિજય થયો હતો 21માં ફિફા વર્લ્ડ કપની બીજી મેચમાં ઉરુગ્વેએ ઇજિપ્તને 1-0થી હરાવ્યું હતું  યેકાતેરિનબર્ગ એરિનામાં યોજાયેલી મેચમાં એકમાત્ર ગોલ થયો પણ 89 મિનિટે થયો હતો જે ગિમિનેજે કર્યો હતો.1970 બાદ પ્રથમ વખત ઉરુગ્વેએ વર્લ્ડ કપમાં પોતાની શરૂઆતની મેચ જીતી છે, તેણે 48 વર્ષ પહેલા ઇઝરાયેલને 2-0થી હરાવ્યું હતું. બંને ટીમ પ્રથમ વખત વિશ્વ કપમાં સામ-સામે ટકરાઇ હતી.

  ઇજિપ્તની ટીમ 285 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ભાગ લઇ રહી છે, જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇજિપ્તના સ્ટાર ખેલાડી અને સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહ ઇજાને કારણે મેચ રમી શક્યા હતા. તેઓએ ઇંગ્લિશ પ્રીમીયર લીગમાં વર્ષે સૌથી વધુ ગોલ કર્યા હતા.

  ઉરુગ્વેના સ્ટાર સ્ટ્રાઇકર લુઇસ સુઆરેજ ગોલ કરવામાં સફળ રહ્યો, તેઓએ બે વખત ગોલ કરવાની તક મળી હતી, પરંતુ તેઓ બોલને ગોલપોસ્ટમાં ધકેલી શક્યો નહીં, હાફ ટાઇમ બાદ સુઆરેજ બે ખેલાડીયોને માત આપી ગોલપોસ્ટ સુધી પહોંચ્યો પરંતુ શોટને ગોલકીપર મોહમ્મદ એલશેનાવીએ રોકી લીધો હતો. બીજી બાજુ 70માં મિનિટમાં સુઆરેજએ ડાબી બાજુથી કિક મારી પરંતુ બોલ પોલ સાથે અથડાઇને બહાર જતી રહી.

  ત્યારબાદ 82માં મિનિટમાં ઇજિપ્તના ગોલકિપર એલશેનાવીએ એડિસન કવાની સાથે એક સરળ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, ત્યારબાદ 87માં મિનિટમાં કવાનીનો એક શોટ પોલ સાથે અથડાયો.

 

youtube link :

(4:31 pm IST)