ખેલ-જગત
News of Saturday, 16th May 2020

ઓસ્‍ટ્રેલીયા સાથે પાંચ ટેસ્‍ટની સીરીઝ રમવી સંભવ નથીઃ ગાંગુલી

નવી દિલ્‍હીઃ  બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ‘મને નથી લાગતું કે ભારત માટે પાંચ ટેસ્‍ટ મૈચ રમવી શક્‍ય બનશે. કેમ કે એ સમયે વન-ડે મેચ પણ હશે અને ૧૪ દિવસ ક્‍વોરન્‍ટીમાં પણ રહેવાનો પ્‍લેયરોને વારો આવશે મને નથી લાગતું કે આ વખતે ઓસ્‍ટ્રેલિયા સાથે પાંચ ટેસ્‍ટ મેચની સિરીઝ સંભવ હોય. જોકે અમાર અને ક્રિકેટ ઓસ્‍ટ્રેલિયાના સંબંધ સારા છે એટલે અમે વચલો કોઈ માર્ગ કાઢવાનો પ્રયાસ કરીશું. આ ટેસ્‍ટ સિરીઝ ૨૦૨૩ની નવી ટેસ્‍ટ મેચની સિરીઝ પહેલાં થઈ જાય એવી અમને આશા છે.'

(2:26 pm IST)