ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ ક્રોએશિયાના ઈગોર સ્ટિમૈક બન્યા
બે વર્ષનો કાર્યકાળ : ક્રોએશિયા ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષ પણ છે
નવીદિલ્હી,તા. ૧૬ : ભારતીય ફુટબોલ ટીમને તેના નવા કોચ મળી ગયા છે.ક્રોએશિયાની વિશ્વ કપ ટીમના સભ્ય અને પૂર્વ મેનેજર ઇગોર સ્ટિમૈક હવે આ નવી જવાબદારી સંભાળશે. એઆઇએફએફની ટેકનીકી સમિતિએ થોડા દિવસ પહેલા જ આ ઉચ્ચ પદ માટે તેમના નામની ભલામણ કરી હતી તેમનો કાર્યકાળ બે વર્ષનો હશે. એએફસી એશિયન કપમાં વિશ્વસનીય પ્રદર્શન બાદ જાન્યુઆરીમાં સ્ટીફન કોન્સ્ટેટાઇનના ગયા બાદથી જ રાષ્ટ્રીય ટીમ કોચ વિના રહી હતી.
ભારતને સ્ટીમાકના અનુભવથી ખુબ લાભ થશે. સ્ટીમાક ક્રોએશિયાની ૧૯૯૮ વિશ્વકપ ટીમનો હિસ્સો હતા. તેમણે સ્ટીમાક સાથે મળી ટૂર્નામેન્ટમાં ક્રોએશિયાની સફળતામાં અહ્મમ યોગદાન આપ્યું. સૂકર હાલ ક્રોએશિયા ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ છે. તેમનું માનવુ છે કે ભારતીય ટીમને સ્ટીમાકના અનુભવનો ઘણો ફાયદો મળશે.