ખેલ-જગત
News of Wednesday, 16th May 2018

મહિલા દર્શકોમાં IPL નો વધતો ક્રેઝ :મહિલા વ્યુઅરશીપમાં 18 ટકાનો વધારો

તમામ ફોર્મેટ પર લાઇવ જોનારા દર્શકોની સંખ્યા વધીને 717.4 મિલિયન થઇ

મુંબઈ : ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝન પૂર્ણ થવાના હવે ગણતરીના દિવસો રહ્યાં છે ત્યારે એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષની આઇપીએલની કુલ વ્યુઅરશીપમાં 40 ટકા મહિલાઓ છે.  ગયા વર્ષની સરખામણીએ આ વર્ષની શરૂઆતના ચાર સપ્તાહમાં મહિલાઓની વ્યુઅરશીપમાં 18 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે આઇપીએલ લાઇવ જોનારા દર્શકોની સંખ્યા 606 મિલિયન હતી જેમાં આ વર્ષે વધારો થયો છે. આ વર્ષે તમામ ફોર્મેટ પર લાઇવ જોનારા દર્શકોની સંખ્યા વધીને 717.4 મિલિયન થઇ ગઇ છે.

મહિલાઓ દ્ધારા કેટલો સમય સુધી આઇપીએલની મેચ જોવામાં આવી તેના સરેરાશ સમયમાં પણ વધારો થયો છે. ગયા વર્ષે મહિલાઓએ સરેરાશ 31.07 મિનિટ સુધી ટુનામેન્ટ જોઇ હતી જ્યારે આ વર્ષે તેમાં સાત ટકાનો વધારો થઇ 33.09 મિનિટ થઇ છે.

   મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મહિલાઓએ ગયા વર્ષે સૌથી વધુ આઇપીએલ મેચ જોઇ હતી જે આ વર્ષએ પણ યથાવત રહ્યુ હતું. આ વર્ષે અર્બન વિસ્તારમાં સૌથી વધુ મેચ જોવાઇ હતી. આ વર્ષે 59 ટકા મહિલાઓની વ્યુઅરશીપ શહેરી વિસ્તારોમાંથી મળી છેજે ગયા વર્ષે 56 ટકા હતી.

(8:01 pm IST)