ખેલ-જગત
News of Wednesday, 16th May 2018

રાજસ્થાનની ટીમનો આભાર કે તેમણે પોતાના પ‌રિવાર સાથે જોડાવાની તક આપીઃ આઇપીઅેલમાં રાજસ્‍થાન રોયલ્સની ટીમ કેકેઆર સામે પરાજિત થતા મેન્ટર શેન વોર્ને પણ ટીમનો સાથ છોડી દીધો

નવી દિલ્‍હીઃ રાજસ્થાનને કેકેઆરના સામે મળેલી 6 વિકેટની હાર બાદ ટીમના મેન્ટર શેન વોર્ને પણ ટીમનો સાથ છોડી તેના વતન પરત ફરી ગયો છે. આ વાતની જાણકારી ખુદ શેન વોર્ને ટ્વીટ કરીને આપી. વોર્નનો મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી જીત બાદ જ ઓસ્ટ્રેલિયા પરત જવા માંગતો હતો, પરંતુ રાજસ્થાન રોયલ્સના ટીમ માલિકોએ તેની ટિકિટ રદ્દ કરાવી દીધી.

રાજસ્થાન રોયલ્સને પોતાની કેપ્ટનશિપમાં આઈપીએલના પહેલા ચેમ્પિયન બનાવનારા શેન વોર્ને પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘રાજસ્થાનની ટીમનો આભાર કે તેમણે પોતાના પરિવાર સાથે જોડાવવાની તક આપી. મેં આ સીઝનમાં ટીમ સાથે દરેક ક્ષણને એન્જોય કરી છે. આ દરમિયાન મેં ઘણા નવા મિત્રો બનાવ્યા….’

રાજસ્થાન રોયલ્સના માલિકોએ જ્યારે વોર્નની ટિકિટ રદ્દ કરાવી ત્યારે જ નક્કી હતું કે કોલકાતા સામેની મેચ બાદ શેન વોર્ન ઓસ્ટ્રેલિયા પરત થઈ જશે. કેમ કે દિગ્ગજ સ્પિન બોલરે ત્યારે જ ટ્વિટ પર લખ્યું હતું કે, મંગળવારે ઈડન ગાર્ડનમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાનારી આઈપીએલની મેચ આ સીઝનની તેની અંતિમ મેચ હશે.

રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી જોસ બટલર અને બેન સ્ટોક્સ પણ ઈંગ્લેન્ડ પરત થઈ ગયા છે. કેમ કે બંને ખેલાડીઓને પાકિસ્તાન સામે લોર્ડ મેદાન પર રમાનારી ટેસ્ટ મેચના સંભવિત ખેલાડી તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

(7:23 pm IST)