News of Wednesday, 16th May 2018
પ્રેગ્નેન્ટ સાનિયા મિર્ઝા ધાર્મિક સ્થળોની મુલાકાતે
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલમાં પ્રેગ્નેન્ટ છે અને ઓકટોબરમાં તેની ડિલીવરી છે. આ પહેલા તે પતિ શોએબ મલિક, તેના પેરેન્ટ્સ, મમ્મી નસીમા, ડેડી ઈમરાન અને બહેન અનામ મિર્ઝા સાથે હાલમાં સાઉદી અરેબીયા પહોંચી છે. આ પરીવારે મદીનામાં અલ મસ્જીદ અલ નવાબીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અનામ મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી હતી.
(3:50 pm IST)