ખેલ-જગત
News of Sunday, 16th February 2020

એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડમાં વોર્મઅપ મેચમાં મહિલા ખેલાડીને માથામાં દડો લાગ્યો:બેભાન થઈને ઢળી પડી

સ્ટ્રેચર પર કુલાસૂર્યાને મેદાન બહાર લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કરાઈ

મુંબઈ : એડિલેટના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મહિલા વર્લ્ડ ટી-20 ની વોર્મઅપ મેચમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ વચ્ચે ટક્કર થઈ રહી હતી. આ મેચ દરમિયાન શ્રીલંકાઈ ખેલાડી અચિનિ કુલાસૂર્યા ઘાયલ થઈ ગઈ હતી અને મેદાન પર બેભાન થઈ ઢળી પડી હતી. આ દુર્ઘટના કેચ પકડવા જતાં થઈ હતી. આ ખેલાડી કેચ પકડવા જતી હતી, પણ બોલ તેના માથા પર લાગી જતા બેભાન થઈ ઢળી પડી હતી

       કુલાસૂર્યા જમીન પર બેભાન થઈ ઢળી પડતા શ્રીલંકાના તમામ ખેલાડી દોડ્યા હતા. ખાસ્સી મહેનત બાદ પણ કુલાસૂર્યા ઉઠી નહીં, તો હતપ્રત થયેલા ખેલાડીઓ એમ્બ્યુલન્સ કર્મીઓને બોલાવ્યા હતા. સ્ટ્રેચર પર કુલાસૂર્યાને મેદાન બહાર લઈ જવામાં આવી હતી. બાદમાં આ ખેલાડીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.હાલમાં કુલાસૂર્યાની હાલત સારી છે અને ડોક્ટરે તેને આરામ કરવાનું જણાવ્યું છે.

(11:07 pm IST)