News of Thursday, 16th January 2020
પંત નહિં રમે
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં હેલ્મેટ પર બોલ વાગ્યો હોવાને કારણે રિષભ પંત વિકેટકીપિંગ કરી નહોતો શકયો. નેશનલ ક્રિકેટ એકેડેમીએ જણાવ્યા પ્રમાણે પંત હવે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે નહીં રમી શકે. ત્રીજી વન-ડેમાં તે રમી શકશે કે નહીં એ તેના રીહેબિલિટેશન પ્રોટોકોલમાંના પ્રતિસાદ પરથી નક્કી કરવામાં આવશે.
(1:10 pm IST)