ખેલ-જગત
News of Wednesday, 16th January 2019

મનુ સ્વાહને બન્યા ICCના નવા CEO

આઈસીસીએ મનુ સ્વાહનેને પોતાના નવા સીઈઓ નિયુકત કર્યાની ઘોષણા કરી હતી. સિંગાપોર સ્પોટ્ર્સ હબના ભૂતપૂર્વ સીઈઓ અને ઈએસપીએન સ્ટાર સ્પોટ્ર્સના મેનેજીંગ ડીરેકટર રહી ચૂકેલા સ્વાહને આવતા મહિને આઈસીસી સાથે જોડાશે. વર્લ્ડકપ બાદ જુલાઈમાં વર્તમાન સીઈઓ ડેવિડ રિચર્ડસનની જગ્યા લેશે. સ્વાહનેની નિયુકિતને આઈસીસીના ચેરમેન શશાંક મનોહર અને નામાંકન સમિતિ દ્વારા નિયુકિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. શશાંક મનોહરે કહ્યુ હતું કે સ્વાહનેની નિયુકિતની ઘોષણા કરતા મને આનંદની લાગણી થઈ રહી છે. તેઓ ૨૨ વર્ષના પોતાના વ્યવસાયિક અનુભવને આઈસીસીમાં લાવશે. રમતના વૈશ્વિક વિકાસની રણનીતિનું નેતૃત્વ કરશે.

(3:51 pm IST)