ખેલ-જગત
News of Sunday, 15th December 2019

પહેલી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝનો વિજય :ભારતનો આઠ વિકેટે પરાજય :

વેસ્ટ ઈન્ડિઝે 47,5 ઓવરમાં 289 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો શાઈ હોપ (102 રન) અને શિમરોન હેટ્મિયર (139 રન) ફટકાર્યા : હેટમિયરે 11 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા

ચેન્નાઇ : ભારત અને વેસ્ટ ઈંડિઝ વચ્ચેની પ્થમ વનડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો વિજય થયો છે ભારતને આઠ વિકેટે કરાવ્યું હતું ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જ્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ 287 રન બનાવ્યા હતા. અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 288 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. જ્યારે તેનાં જવાબમાં ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમે 47.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 292 રન બનાવીને પ્રથમ વનડે મેચ જીતી લીધી છે.

 કેરેબિયન ટીમનાં શાઈ હોપ (102 રન)ની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સાથે સાથે તેમનો સાથ શિમરોન હેટ્મિયર (139 રન) આપ્યો હતો. જ્યારે હેટમિયરે તેની ઈનિંગ્સમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ 288 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 289 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો ત્યારે આ મેચ જીતી લીધી છે.

    ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ 71 રન બનાવ્યા. જ્યારે શ્રેયસ ઐયરે 70 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. કેદાર જાધવે 40 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ તરફથી શેલ્ડન કોટ્રેલ, અલ્ઝારી જોસેફ અને કીમો પોલે બે-બે વિકેટ ઝડપી હતી.

(10:24 pm IST)