ખેલ-જગત
News of Sunday, 15th December 2019

પર્થ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય

ડેનાઇટ ટેસ્ટમાં ૨૯૬ રને જીત હાંસલ કરી : ૪૬૮ રનના લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ માત્ર ૧૭૧માં આઉટ : સ્ટાર્ક તેમજ લિયોને મચાવેલો તરખાટ

પર્થ, તા. ૧૫ : પર્થના મેદાન ખાતે રમાયેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ડેનાઇટ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર દેખાવ કરીને આજે ન્યુઝીલેન્ડ પર ૨૯૬ રને જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડે જીતવા માટેના ૪૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોઇ સંઘર્ષ કર્યું ન હતું અને ન્યુઝીલેન્ડની ટીમ માત્ર ૧૭૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ જીત માટેનો સિલસિલો જારી રાખ્યો હતો. ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને લિયોને ચાર-ચાર વિકેટ ઝડપી હતી જ્યારે કમિન્સે બે વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ તરફથી વેટલિંગે સૌથી વધુ ૪૦ રન કર્યા હતા જ્યારે ગ્રાન્ડહોમે ૩૩ રન બનાવ્યા હતા. તે પહેલા ઓસ્ટ્રેલિયા તેના બીજા દાવમાં ૯ વિકેટે ૨૧૭ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૩ રન કરનાર લબુસ્ગેએ ૫૦ રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમા પણ તેની બેટિંગ ઉલ્લેખનીય રહી હતી.

                તેની શાનદાર બેટિંગના કારણે તેની નોંધ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર લેવામાં આવી રહી છે. મેન ઓફ દ મેચ તરીકે સ્ટાર્કની પસંદગી કરવામાં આવી હતી. બોલિંગ અને બેટિંગમાં શાનદરા દેખાવ ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમનો દેખાવ સૌથી શાનદાર રહ્યો છે અને તે ટેબલમાં સૌથી આગળ છે જ્યારે ત્યારબાદ બીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પણ અવિરત જીત મેળવી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે પાકિસ્તાન ઉપર જોરદાર સપાટો બોલાવીને ક્લિનસ્વિપ કરવામાં સફળતા મેળવી હતી અને હવે ન્યુઝીલેન્ડ પર પર્થ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાના બોલરો આ મેચમાં છવાયેલા રહ્યા હતા. સ્ટાર્કે તરખાટ મચાવીને ૪૫ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે લિયોને ૬૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કમિન્સે ૩૧ રનમાં બે વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ ૪૬૮ રનના જીતવા માટેના ટાર્ગેટનો પીછો કરતા માત્ર ૧૭૧ રનમાં ઓલઆઉટ થયું હતું. કેપ્ટન વિલિયમસન ૧૪ રન કરીને આઉટ થયો હતો જ્યારે આધારભુત બેટ્સમેન ટેલર ૨૨ રન કરીને આઉટ થયો હતો. નિકોલસ ૨૧ રન કરીને આઉટ થયો હતો. ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહેતા ન્યુઝીલેન્ડની ટીમ આ ટેસ્ટ મેચને બચાવી શકી ન હતી. લિયોને પણ સ્ટાર્કનો સાથ આપીને ૨૨ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી.

સ્ટાર્ક-લિયોન છવાયા...

પર્થ, તા. ૧૫ : પર્થના મેદાન ખાતે રમાયેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ડેનાઇટ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર દેખાવ કરીને આજે ન્યુઝીલેન્ડ પર ૨૯૬ રને જીત મેળવી હતી.

મિશેલ સ્ટાર્ક

ઓવર  ૧૪

મેઇડન ૦૫

રન     ૪૫

વિકેટ   ૦૪

ઇકોનોમિક ૩.૨૧

લિયોન

ઓવર  ૨૨.૩

મેઇડન ૦૩

રન     ૬૩

વિકેટ   ૦૪

ઇકોનોમિક ૨.૮૦

સ્કોરબોર્ડ : પર્થ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૪૧૬

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : ૧૬૬

ઓસ્ટ્રેલિયા બીજો દાવ : ૨૧૭-૯ (ડિક)

ન્યુઝીલેન્ડ બીજો દાવ : (ટાર્ગેટ ૪૬૮)

રાવલ  કો. લિયોન બો. સ્ટાર્ક   ૦૧

લાથમ  એલબી બો. લિયોન     ૧૮

વિલિયમસન    કો. વાડે બો. લિયોન    ૧૪

ટેલર   કો. પેની બો. સ્ટાર્ક      ૨૨

નિકોલસ        કો. હેડ બો. લિયોન     ૨૧

વેટલિંગ        કો. પેની બો. સ્ટાર્ક      ૪૦

ગ્રાન્ડહોમ       કો. સ્મિથ બો. કમિન્સ   ૩૩

સેન્ટનર કો. હેડ બો. કમિન્સ     ૦૦

સાઉથી કો. સ્મિથ બો. લિયોન   ૦૪

વાગનર        કો. પેની બો. સ્ટાર્ક      ૦૮

ફર્ગુસન અણનમ        ૦૧

વધારાના               ૦૯

કુલ     (૬૫.૩ ઓવરમાં ઓલઆઉટ)   ૧૭૧

પતન  : ૧-૬, ૨-૨૧, ૩-૫૭, ૪-૫૭, ૫-૯૮, ૬-૧૫૪, ૭-૧૫૪, ૮-૧૫૪, ૯-૧૬૩, ૧૦-૧૭૧

બોલિંગ : સ્ટાર્ક : ૧૪-૫-૪૫-૪, કમિન્સ : ૧૯-૬-૩૧-૨, લિયોન : ૨૨.૩-૩-૬૩-૪, હેડ : ૫-૧-૧૩-૦, લંબુસ્ગે : ૫-૦-૧૩-૦

(9:53 pm IST)