ખેલ-જગત
News of Saturday, 15th December 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ માટે ગૈરી કર્સ્ટને કરી અરજી

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે કોચ પદ માટે ક્રિકેટના ઘણા દિગ્ગ્જ્જોએ આવેદન કર્યું છે. એવામાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી અને ભારતના 2011 વર્લ્ડ કપ જીતના કોચ રહેલ ગૈરી કર્સ્ટને  પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ માટે અરજી કરી છે. મળીતી માહિતી અનુસાર ગૈરીએ મહિલા ક્રિકેટ ટીમના કોચ માટે અરજી કરી છે પદ માટે અન્ય પૂર્વ ખેલાડીઓએ અરજી કરી છે જેમાં અતુલ બેદાડે, ડેવિસ જોનસન,રાકેશ શર્મા, મનોજ પ્રભાકર, ઓવેશ શાહ, હર્ષલ ગિબ્સ, દિમીત્રી મસ્કરેન્હાસ, ડોમિનિક થોરણેલી, ગાર્ફી બેનર્જી, વિદ્યુત જયસિંમ્હા, રમેશ પોવાર, કોલીન સીલર અને દેવ વોટમોરનો સમાવેશ થાય છે.

(5:19 pm IST)