ખેલ-જગત
News of Friday, 15th November 2019

મયંક ૧૬૪ રને દાવમાં, રહાણેની ફીફટીઃ ભારત ૩૧૫/૪

ભારત- બાંગ્લાદેશ ટેસ્ટ દિવસ-૨: ચેતેશ્વરની ફીફટી, વિરાટ ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયનમાં

ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ  વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય બેટસમેનો શાનદાર પરફોમન્સ કરી રહ્યા છે. ઓપનર મયંક અગ્રવાલ ૧૫૮ રને દાવમાં છે અને ચેતેશ્વર અને રહાણે ફીફટી ફટકારી આઉટ થયા છે.

૪ એવર્ટન વિકસ,૩ ગેરી સોબર્સ,૩ રન બેરિંગ્ટન,૩ મોહમ્મદ અઝહરુદીન, ૩ એન્ડી ફ્લાવર,૩ એન્ડ્રુ સ્ટ્રોસ,૩ મયંક અગ્રવાલ

અજિંકય રહાણેએ ટેસ્ટમાં ચાર હજાર રન પૂરા કર્યા છે. તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ૧૦મો ભારતીય બન્યો છે. રહાણેએ ૪૦૦૦નો આંક વટાવવા ૧૦૪ ઇનિંગ્સ લીધી છે. સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણે પણ આ સિદ્ઘિ મેળવવા આટલી જ ઇનિંગ્સ લીધી હતી. ત્રણેય આ સિદ્ઘિ મેળવવા સૌથી વધુ ઇનિંગ્સ લેનાર બેટ્સમેનની યાદીમાં ચોથા સ્થાને છે. કપિલ દેવે ૧૩૮, એમએસ ધોનીએ ૧૧૬ અને દિલીપ વેંગસરકરે ૧૧૪ ઇનિંગ્સ લીધી હતી.

વિરાટ કોહલી આજે પોતાના ટેસ્ટ કરિયરમાં ૧૦મીવાર શૂન્ય પર આઉટ થયો હતો. તે ચાર વાર ગોલ્ડન ડક એટલે કે પ્રથમ બોલે આઉટ થયો છે. ચાર વાર સિલ્વર ડક એટલે કે બીજા બોલે શૂન્ય પર આઉટ થયો છે. તે એકવાર ચોથા બોલે અને એકવાર ૧૧જ્રાક્ન બોલે ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો છે. તે ડક પર આ રીતે આઉટ થયો છે. છ વાર કેચ આઉટ, ત્રણ વાર એલબીડબ્લ્યુ અને એક વાર બોલ્ડ. કોહલી આજે આઠ ઇનિંગ્સ પછી શૂન્ય પર આઉટ થયો છે. છેલ્લે તે સપ્ટેમ્બર ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડિઝ સામે કેમર રોચની બોલિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો.

ચેતેશ્વર પૂજારા ૫૪ રન બનાવી આઉટ થયો હોત. બાદ મયંકે રહાણે સાથે જોડી બનાવી હતી. અજીન્કીયા રાહણેએ ૧૭૨ બોલમાં ૮૬ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે મોટી પાર્ટનરશીપ થઈ હતી. આજે મયંકે મેદાનની ચોતરફ શોટ ફટકારી સદી પૂરી કરી છે.આ લખાય છે ત્યારે મયંક ૨૬૫ બોલમાં ૨૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૬૫ રને દાવમાં છે. ભારતે ૮૮ ઓવરમાં ૪ વિકેટે ૩૧૭ રન બનાવી લીધા છે અને ૧૬૭ રનની લીડ મેળવી લીધી છે.

(4:07 pm IST)