ખેલ-જગત
News of Friday, 15th November 2019

એશીઝ સિરીઝમાં વોર્નરના સતત લવારાથી મને પ્રેરણા મળી હતીઃ બેન સ્ટોકસ

તે ખૂબ જ દિલથી મારો ધ્યાનભંગ કરવાની કોશિશ કરી રહ્યો હતો

લંડનઃ સતત કમેન્ટ કરનાર વોર્નર મહદંશે સફળ પણ રહ્યો હતો. આ વિશે સ્ટોકસે કહ્યું હતું કે 'મેચ પૂરી થયા બાદ વોર્નરને હું શું- શું કહીશ એ જ મારા દિમાગમાં ચાલી રહ્યું હતું. મેં બધું વિચાર રાખ્યું હતું.

જો કે અંતે મેં પોતાને પ્રોમિસ કર્યું હતું કે હું કંઈ નહીં બોલીશ અને જો મેચ હું જીતી ગયો તો તેની પાસે જઈને હાથ મિલાવી તેને 'વેલ ડન' કહીશ. તમે દરેક મેચ બાદ ખેલાડી સાથે હાથ મિલાવો છો, પરંતુ એ દિવસે વોર્નર સાથે હાથ મિલાવીને મને ખૂબ સંતોષ થયો હતો.'

 

(3:31 pm IST)