ખેલ-જગત
News of Friday, 15th November 2019

રિટાયર થવાનું વિચારી રહ્યો છે રોજર ફેડરર?

લંડનઃ સ્વિટ્ઝલેનડનો સ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેડરર રિટાયર થવાનો હોય એવું લાગી રહ્યું છે. તે હાલમાં લંડનમાં એટીપી ફાઈનલ્સ પહેલાં આ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. તે નોવાક જોકોવિચ સામે રમતો જોવા મળશે. આ વિશે વાત કરતાં ફેડરરે કહ્યું હતું કે 'મને જોવા માટે એકસાથે ઘણા ફેન્સ આવ્યા છે અને મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે તેઓ કદાચ મને છેલ્લીવાર જોશે એવું તેમને લાગે છે. મને લાગે છે કે આવું છેલ્લાં ઘણાં વર્ષોથી થઈ રહ્યું છે અને હું સતત રમતો રહ્યો છું અને તેઓ સતત મારા પડખે ઊભા રહ્યા છે.'

(3:31 pm IST)