ખેલ-જગત
News of Friday, 15th November 2019

૧૪ વર્ષની કિશોરીએ ઝડપી બ્લાઇન્ડ ફોલ્ડેડ સ્કેટિંગનો વિશ્વવિક્રમ સર્જયો

હુંબલીની ૧૪ વર્ષની ઓજલ નલાવડેએ આંખ પર પાટો બાંધીને સ્કેટિંગ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્સ દ્વારઙ્ગા અપાયેલા ૬૦ સેકન્ડના સમય સામે માત્ર ૫૧ સેકન્ડમાં આંખે પાટો બાંધીને ૪૦૦ મીટર સ્કેટિંગ કરીને સાતમા ધોરણમાં ભણતી ઓજલ ૪૦૦ મીટરની કેટેગરીમાં વિશ્વની સૌથી ઝડપી સ્કેટરમાં સથાન પામી છે. ચેતના કોલેજ નજીક વહેલી સવારે સાડાપાંચ વાગ્યે યોજાવેલી આ ઇવેન્ટમાં ઓજલે ત્રણ વખત બ્લાઇન્ડ સ્કેટિંગના પ્રયાસ કર્યા હતા તથા તેનો ત્રીજો પ્રયાસ ગિનેસ બુકમાં સ્થાન પામ્યો હતો.

(3:29 pm IST)