ખેલ-જગત
News of Sunday, 15th September 2019

બાંગ્લાદેશને હરાવી ભારતે જીત્યું અન્ડર-૧૯ એશિયા કપનું ટાઈટલ

અથર્વ અંકોલેકરની શાનદાર બોલિંગના આધારે ભારતીય અન્ડર-૧૯ ક્રિકેટ ટીમે એસીસી અન્ડર-૧૯ એશિયા કપની ખુબ જ રોમાંચક ફાઈનલમાં બાંગ્લાદેશને ૫ રનથી હરાવી સાતમી વખત ટાઈટલ જીત્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરી અને ૧૦૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૩૩ ઓવરમાં ૧૦૧ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતના જીતના હીરો રહેલા મુંબઈના બસ કંડકટરના પુત્ર અથર્વ અંકોલેકર, જેમને ૮ ઓવરમાં બે મેડન સહિત ૨૮ રન આપી પાંચ વિકેટ લીધી હતી.

ભારતના કેપ્ટન જુરેલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો, ટીમે માત્ર ૫૩ રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. સ્કોરબોર્ડ માં ૩ રન બનાવવાની સાથે તનજીમ હસન શાકીબે અર્જુન આજાદને અકબર અલીના હાથે કેચ આઉટ કરવી દીધા હતા. આગામી ઓવરમાં તિલક વર્મા (૨) ને મુત્યુંજય ચૌધ્રુરીએ વિકેટકીપર અકબર અલીના હાથે કેચ આઉટ કરવી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. જલ્દી જ સુવેદ પાર્કર (૪) રન આઉટ થઈ ગયા હતા. ૮ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતને કેપ્ટન ધ્રુવ જુરેલ (૩૩) અને શાશ્વત રાવત (૧૯) એ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. ધ્રુવ-શાશ્વતે ચોથી વિકેટ માટે ૪૫ રનની ભાગીદારી કરતા ભારતને ૫૦ રનની પાર પહોંચાડ્યું હતું. સ્કોર ૫૩ રન પર પહોંચ્યો હતો ત્યારે ભારતને બે વધુ ઝટકા લાગ્યા હતા. શમીમ હુસૈને ત્રણ બોલમાં ભીતર રાવત અને વરુણ લવાંડેને આઉટ કરી દીધા હતા. અથર્વ અંકોલેકર (૨) રન આઉટ થઈ ગયા હતા. કેપ્ટન જુરેલને શમીમે ત્રીજા શિકાર બન્યા હતા. ત્યાર બાદ કરણ લાલ (૩૭) એ શાનદાર ઇનિંગ રમતા ભારતને ૧૦૦ રનની પાર પહોંચાડ્યું હતું. તે આઉટ થનાર અંતિમ બેટ્સમેન રહ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શમીમ હુસૈન અને મુત્યુંજય ચૌધરીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. શાહીન આલમ અને તનજીમ હસન સાકિબે એક-એક સફળતા મળી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત અકાશ સિંહે બગાડી હતી. તેમને તનજિદ હસનને શૂન્ય પર આઉટ કરી દીધા હતા. બાંગ્લાદેશનો સ્કોર જ્યારે ૧૩ રન થયો ત્યારે બે વધુ ઝટકા લાગ્યા હતા. વિદ્યાધર પાટીલે પરવેજ હુસૈન ઇમોન (૫) ને લવાંડેના હાથે કેચ આઉટ કરાવ્યા જ્યારે અકાશ સિંહે તૌહીદ હૃદયને ક્લીન બોલ્ડ કરી દીધા હતા. જોત જોતામાં બાંગ્લાદેશની અડધી ટીમ ૪૦ રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ અંકોલેકરની ફીરકીની જાદુ ચાલ્યું હતો. તેમને ફટાફટ બાંગ્લાદેશના નીચલા ક્રમને વેરવિખેર કરી ભારતને ચેમ્પિયન બનાવી દીધું હતું.

મેન ઓફ ધ મેચ અંકોલેકરે શહાદત હુસૈન (૩), અકબર અલી (૨૩). શમીમ હુસૈન (૭), તનજિમ હસન સાકીબ (૧૨) અને શાહીન આલમને પોતાના શિકાર બનાવ્યા હતા. અંકોલેકરે શાહીનને કિલન બોલ્ડ કરી ભારતની જીત નક્કી કરી લીધી હતી. ભારત તરફથી અંકોલેકરે પાંચ જ્યારે અકાશ સિંહે ત્રણ વિકેટ લીધી હતી. પાટીલ અને મિશ્રાને એક-એક સફળતા મળી હતી.

(9:47 pm IST)