ખેલ-જગત
News of Saturday, 15th September 2018

બે વર્ષના અંતરાલ બાદ સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કરશે પુનરાગમન

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાની વન ડે ટીમમાં બે વર્ષના અંતરાલ બાદ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પુનરાગમન કર્યું છે. ઘરઆંગણે સાઉથ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે વન ડે સિરિઝ રમવાનું છે, જેમાં સ્ટેનને તક મળી છે. સ્ટેન છેલ્લા કેટલાક વર્ષોથી એન્કલની ઈજાથી પરેશાન રહ્યો છે. શ્રીલંકા સામેની ત્રણ વન ડેની સિરિઝમાં આરામ ફરમાવનારા ઈમરાન તાહીરનું પણ પુનરાગમન થયું છેતાહીરની સાથે સાથે શમ્સી અને કેશવ મહારાજને પણ તક આપવામાં આવી છે. ડેવિડ મીલરને વનડ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. જ્યારે ડી કૉકને વન ડેમાં આરામ આપવામાં આવ્યો છે. ડુ પ્લેસીસને ખભાની ઈજા થઈ હતી, જેના કારણે તે શ્રીલંકાની શ્રેણી અધૂરી છોડીને પાછો ફર્યો હતો. હવે તેને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે ટીમમાં સામેલ કર્યો છેરબાડા, મુલ્ડર અને અમલાને વન ડે ટીમમાં તક મળી છે, પણ તેઓને ટ્વેન્ટી-૨૦માં સ્થાન આપવામાં આવ્યું નથી. ઓપનિંગ બેટ્સમેન ગીહાન ક્લોઈસ્ટે અને રાસ્સી વાન ડેર ડુસાનને પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની આશા છેવન ડે ટીમ : ડુ પ્લેસીસ, અમલા, ડુમિની, હેન્ડરિક્સ, તાહીર, જોન્કર, ક્લાસે, મહારાજ, માર્કરામ, મુલ્ડર, એનગિડી, ફેલુકવાયો, રબાડા, શમ્સી, સ્ટેન અને ઝોન્ડોટ્વેન્ટી-૨૦ ટીમ : ડુ પ્લેસીસ, ક્લોટે, જુનિયર ડાલા, ડી કૉક, ડયુમિની, ફ્રાયલીંક, તાહીર, જોન્કર, ક્લાસન, મીલર, એનગિડી, પેટરસન, ફેલુકવાયો, શમ્સી, ડુસેન.

(6:06 pm IST)