ખેલ-જગત
News of Saturday, 15th September 2018

જાપાન ઓપનમાં મેડલ જીતવાનું ભારતનું સપનું તૂટ્યું

નવી દિલ્હી: કિદામ્બી શ્રીકાંતને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં મળેલી હારની સાથે જાપાન ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. સાઉથ કોરિયાના લી ડોંગ- કેઉન સામેની ક્વાર્ટર ફાઈનલમાં  ૨૧-૧૯, ૧૬-૨૧, ૧૮-૨૧થી શ્રીકાંતને હારનો સામનો કરવો પડયો હતો. સાત લાખ ડોલરની ઈનામીરાશિ ધરાવતી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સાતમો સીડ ધરાવતા ભારતીય ખેલાડીએ શાનદાર દેખાવ કર્યો હતો, પણ તે જીતી શક્યો નહતોભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બેડમિંટન સ્ટાર શ્રીકાંતે ચાલુ વર્ષે ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો તો. એશિયાડમાં મળેલી હારનો બદલો લેતાં શ્રીકાંતે હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટને હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે તે આગળ વધી શક્યો નહતોજાપાન ઓપનમાં ભારતની પી.વી. સિંધુ અને એચ.એસ. પ્રનોયે પણ ભાગ લીધો હતો. જોકે ભારતના બંને ખેલાડીઓ પ્રિ-ક્વાર્ટરમાં હારીને બહાર ફેંકાયા હતા. આજે ખેલાયેલી મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંત અને કેઉન વચ્ચે બરોબરીનો મુકાબલો ખેલાયો હતો અને મેચ એક કલાક અને ૧૯ મિનિટ ચાલી હતી.

(6:05 pm IST)