ખેલ-જગત
News of Friday, 14th September 2018

એશિયા કપ બાદ ભારતીય ટીમ કરશે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ: કાર્યક્રમ નક્કી

ત્રણ ટી-20, ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે.

 

મુંબઈ :હાલ ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે યૂએઈ પહોંચી ગઈ છે. ત્યારે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયો છે. આગામી નવેમ્બર 2018થી જાન્યુઆરી 2019 દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. પ્રવાસ દરમિયાન ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20, ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે.

(11:07 pm IST)