ખેલ-જગત
News of Saturday, 15th August 2020

મહાન બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડનના 35 વર્ષ જુના સ્નિકર્સની હરાજી :કરોડો રૂપિયામાં વેચાયા : રેકોર્ડ તૂટ્યો

માઇકલ જોર્ડને 1985ના એક પ્રદર્શની મેચમાં આ બૂટ પહેર્યા હતા:14 વર્ષની કારકાર્દીમાં પહેરેલા તમામ 9 જોડી બૂટની હરાજી

નવી દિલ્હી: મહાન બાસ્કેટબોલ પ્લેયર અને અમેરિકાની ડ્રીમ ટીમના ભાગ રહેલા માઇકલ જોર્ડનના સ્નીકર્સ (મેચના સમયે પહેરવામાં આવતા જૂતા)  થઇ હતી 6 લાખ 15 હજાર ડોલરની રેકોર્ડ કિંમતમાં હરાજી થઈ હતી

ક્રિસ્ટી ઓક્શન મુજબ, આ ખાસ બૂટે લગભગ 4 કરોડ 60 લાખ રૂપિયા મેળવ્યા હતા. કંપનીનું કહેવું છે કે, થોડા મહિના પહેલા આ બાસ્કેટબોલ સ્ટારના બૂટ રેકોર્ડ કિંમત પર વેચાયા હતા. આ વખતની હરાજીમાં રેકોર્ડ તૂટ્યો છે.

મે મહિનામાં એર-જોર્ડન-1 ટીમના તેમના જૂતા લગભગ 5.60 લાખ ડોલરમાં વેચાયા હતા. જોકે હરાજીમાં વધારે રકમ મળવાની આશા હતી. આયોજકોને આશા હતી કે, તેમાં 6.5 થી 8.5 લાખ ડોલરની રકમ મળી જશે.

આયોજકોનું કહેવું છે કે, સ્નીકર્સ એર જોર્ડન-1 ટીમના છે, જે એનબીએસ સ્ટારે 1985ના એક પ્રદર્શની મેચમાં પહેર્યા હતા. આ મેચ ઇટાલીમાં રમાઈ હતી. આ મેચમાં જોર્ડને બોલને એટલી પટક્યો હતો કે, બેકબોર્ડનો કાચ તૂટી ગયો હતો.

એર જોર્ડન-1 ટીમની સેલ્સ પ્રમુખ કેટલિન ડોનોવને જણાવ્યું કે, આ અસલી બૂટ છે અને આ બૂટ પહેરીને તેમણે કુલ 30 અંક પ્રાપ્ત કર્યા હતા. લાલ અને કાળા રંગના આ બૂટ શિકાગો બુલ્સ ટીમના છે.

એક રિપોર્ટમાં આગળ જણાવ્યું કે, જોર્ડને તેમના 14 વર્ષની કેરિયર દરમિયાન જેટલા પણ બૂટ પહેર્યા હતા, એ બધા 9 જોડી બૂટની હરાજી થઈ ચૂકી છે અને ક્રિસ્ટીએ જ તેની હરાજી કરી છે.

જૂનમાં જોર્ડન અને નાઇકીના સ્વામિત્વવાળી જોર્ડન બ્રાન્ડે જાહેરાત કરી હતી કે, તે જાતિગત સમાનતા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સંગઠનોને 10 કરોડ રૂપિયા દાન કરશે. માઇકલ જોર્ડન વિશ્વના સૌથી પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડીઓમાંથી એક છે.

શિકાગો બુલ્સના આ સ્ટાર ખેલાડીની નિવૃત્તિના ઘણાં વર્ષો બાદ પણ તેના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. આ જ કારણ છે કે, તેમની વસ્તુ ખરીદવાની હરીફાઈ થઈ રહી છે.

જોર્ડને નેશનલ બાસ્કેટબોલ લીગ એટલે એનબીએના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. 90ના દાયકામાં શિકાગો બુલ્સ તરફથી રમતા તેમણે 6 NBA ટાઇટલ જીત્યા અને બધાજ પ્રસંગોમાં તેમની મોસ્ટ વેલ્યૂબલ પ્લેયર તરીકે પસંદગી થઈ હતી.

(6:34 pm IST)