IOA દ્વારા સ્વતંત્રતા દિવસ પર 'એક ઈન્ડિયા ટીમ ઈન્ડિયા' ડિજિટલ અભિયાનની કરી શરૂઆત
નવી દિલ્હી: ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા શનિવારે દેશના 74 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 'એક ઈન્ડિયા ટીમ ઈન્ડિયા' ડિજિટલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન આઈઓએની નવી ઓળખનો એક ભાગ છે, જે ઓલિમ્પિક અભિયાનમાં ભારતીય ખેલૈયાઓની 100 વર્ષોની ભાગીદારીના પ્રસંગે અપનાવવામાં આવી હતી. આઇઓએએ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત ટીમ ઈન્ડિયા અભિયાન એ ઓલિમ્પિક રમતોમાં ભારતની યાત્રાની વિશેષતા છે.તેમણે વધુમાં કહ્યું કે, તે દેશની વિશિષ્ટતા, રમતગમતના વારસો અને રમતગમતમાં મિત્રતા, એકતા, રમતવીરતાના મહત્વનો ઉજવણી છે. ઝુંબેશના વિડિઓ લોંચિંગના ભાગ રૂપે, આઇઓએ તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલો પર નવા લોગોનો પ્રચાર કરશે. આઈઓએના પ્રમુખ નરિન્દર બત્રા અને મહામંત્રી રાજીવ મહેતાએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આ આપણા અને દેશ માટે એતિહાસિક સમય છે.