ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

શૂટર લજ્જા ગોસ્વામીએ ચીનમાં જીત્યા 7 મેડલ, ગુજરાત પોલીસનું નામ વૈશ્વિકસ્તરે કર્યું રોશન

ચીનમાં  ભારતની શૂટર લજ્જા ગોસ્વામીએ વર્લ્ડ પોલીસ-ફાયર્સ ગેમ્સમાં 7 મેડલ જીત્યા છે અને  દેશનું નામ રોશન કર્યું છે. લજ્જા ગોસ્વામીએ ચીનના ચેનગડુ ખાતે વર્લ્ડ પોલીસ-ફાયર્સ ગેમ્સ-2019માં 7 મેડલ જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ જીત્યા છે અને ગુજરાત પોલીસનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.

લજ્જાએ 50 મીટર રાઈફલમાં ઇન્ડિવ્યુડલ ગોલ્ડ, 50 મીટર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ, 10 મીટર એર રાઈફલમાં સિલ્વર જીતીને ગુજરાત પોલીસ માટે ઇન્ટરનેશનલ લેવલે ગર્વનું મુકામ મેળવ્યું છે. લજ્જા ગોસ્વામી આણંદ જિલ્લાના જીટોડિયાના રહેવાસી છે તેમને કોમનવેલ્થ ગેમ્સ 2010-2014માં ક્રમશ: સિલ્વર અને ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરી ચૂક્યા છે. તેઓ ઇન્ટરનેશનલ શૂટિંગ હરિફાઇ, issf વર્લ્ડ કપમાં પણ મેડલ જીતી ચૂક્યા છે.

લજ્જા ગોસ્વામીને અગાઉ રક્ષા મંત્રી તરફથી મેડલ પણ મળી ચુક્યો છે અને પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લજ્જાના ઘરે મૂલાકાત લઈ અભિનંદન આપી ચુક્યા છે. લજ્જા ગોસ્વામીની સેવાથી ગુજરાત સરકારે તેમની SRPF (રાજ્ય પોલીસ અનામત દળ)માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્તિ કરી છે અને હાલ તેઓ નડિયાદ-ગ્રુપ 7 માં ફરજ બજાવે છે.

(12:53 am IST)