ખેલ-જગત
News of Wednesday, 15th August 2018

ફેસબુક પર જોઈ શકાશે સ્પેનિશ ફૂટબોલ લીગની મેચ

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે સ્પેનિશ લા લીગા ફૂટબોલ લીગના ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ માટે આગામી ત્રણ વર્ષ માટેના રાઇટ્સ ખરીદ્યા છે. હવે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભુટાન, નેપાળ, માલદીવ્સ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં ફેસબુક પર લા લીગાની તમામ મેચ જોવા મળશે. પહેલાં લા લીગાના રાઇટ્સ સોની પિક્ચર્સ પાસે હતા. સોની પિક્ચર્સે ૨૦૧૪માં ૩૨ મિલિયન ડોલરમાં રાઇટ્સ ખરીદ્યા હતા. ફેસબુકે ત્રણ સિઝન માટે કેટલી રકમ ચૂકવી છે તે હજુ જાહેર કરાઈ નથી. ફેસબુકના ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટમાં ૩૪૮ મિલિયન યુઝર્સ છે જે પૈકી ૨૭૦ મિલિયન યુઝર્સ માત્ર ભારતમાં છે. આમ, ભારતના યુઝર્સને ધ્યાને રાખી ફેસબુકે ભારતીય ઉપમહાદ્વીપમાં ફૂટબોલ મેચના કરાર ખરીદ્યા છે.ફેસબુક દ્વારા અમેરિકામાં યોજાતી મેજર લીગ બેઝબોલના રાઇટ્સ ખરીદ્યા છે અને એક મિલિયન ડોલર પ્રતિ મેચ ચૂકવી અમેરિકાના દર્શકોને મેચ બતાવે છે. અંગે ફેસબુકના વૈશ્વિક લાઇવ સ્પોર્ટ્સ ડાયરેક્ટરે કહ્યું કે, લા લીગાની શરૂઆતમાં મેચ જાહેરાત મુક્ત હશે પરંતુ આગળ જતાં તેમાં સુધારો કરવામાં આવશે.ફેસબુક-લા લીગા વચ્ચેના કરાર ગ્લોબલ ટ્રેન્ડનો એક ભાગ છે. યુકેમાં પ્રીમિયર લીગની સિઝન લગભગ અંતિમ વખત ટીવી પર જોવા મળી શકે છે. આગામી સિઝનમાં ૨૦ મેચ અમેઝોન પર ઓનલાઇન જોવા મળશે. કંપની પ્રાઇમ સબસ્ક્રિપ્શન સેવાઓ સાથે ગેમને પ્રસારિત કરશે.તે રીતે અમેરિકામાં યોજાતી નેશનલ ફૂટબોલ લીગ (NFL) દ્વારા અમેઝોન સાથેનો કરાર રિન્યૂ કર્યો છે. અમેઝોને વખતેની બોલીમાં સામેલ ટ્વિટર, યૂ ટયૂબ અને વેરિઝોનને પાછળ છોડી નવા રાઇટ્સ ખરીદ્યા હતા.

(1:22 pm IST)