ખેલ-જગત
News of Monday, 15th July 2019

વિમ્બલ્ડનની મેન્સ ડબલ્સમાં જુઆન સેબેસ્ટિયન અને રોબર્ટ ફરાહ ચેમ્પિયન

વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ ગેમમાં કોલંબિયાના જુઆન સેબેસ્ટિયન કેબલ અને રોબર્ટ ફરાહે બાજી મારી પોતાનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીતી લીધું છે. આ મેચમાં કોલંબિયાના પ્લેયરોએ ફ્રેન્ચ પ્લેયર નિકોલસ માહુત અને એડૌર્ડ રોજર-વસેલીનને પાંચ સેટમાં પરાજય આપ્યો હતો. ચાર કલાક છપ્પન મિનિટ ચાલેલી મેચમાં જુઆન અને રોબર્ટની જોડીએ નિકોલસ અને એડૌર્ડને ૬-૭ (૫-૭), ૭-૬ (૭-૫), ૭-૬ (૮-૬), ૬-૭ (૫-૭) અને ૬-૩થી માત આપી પોતાનું પહેલું ગ્રેન્ડ સ્લેમ ટાઇટસ જીત્યું હતું. આ ઉપરાંત વિમ્બલ્ડનમાં ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર તેઓ સૌથી પહેલી કોલંબિયન જોડી બન્યા છે.

(4:20 pm IST)