ખેલ-જગત
News of Tuesday, 15th June 2021

કોપા અમેરિકા: બ્રાઝિલની જીત સાથે શરૂઆત: વેનેઝુએલાને 3-0થી હરાવ્યું

નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલે વેનેઝુએલાને 2-૦થી હરાવીને અમેરિકન ફૂટબોલ ટૂર્નામેન્ટ કોપા અમેરિકાકામાં તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. બ્રાઝિલિયાના માને ગારિંચા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં બ્રાઝિલ તરફથી માર્ક્વિન્હોસ, નેમાર અને ગેબ્રિયલ બાર્બોસાએ ગોલ કર્યા હતા. મેચમાં બ્રાઝિલે આક્રમક શરૂઆત કરી હતી. મેચની 23 મી મિનિટમાં માર્ક્વિન્હોસે બ્રાઝિલનું ખાતું ખોલ્યું. બ્રાઝિલે હાફ ટાઇમ સુધી 1-0ની લીડ જાળવી રાખી હતી. હાફ ટાઈમ બાદ મેચની 64 મી મિનિટમાં નેમારે પેનલ્ટી ફટકારીને બ્રાઝિલને 2-0ની લીડ અપાવી.

(5:52 pm IST)