ખેલ-જગત
News of Saturday, 15th June 2019

વિશ્વકપ :ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વનડેમાં આજે ટકરાશે

વરસાદ પણ બંન્ને ટિમ માટે વિલન સાબિત થઈ શકે

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની પોતાની પાંચમી મેચ આજે શ્રીલંકા સામે રમશે જોકે વરસાદના કારણે શ્રીલંકાની છેલ્લી બે મેચ રદ થઈ હતી. ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

  મેચમાં રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સપ્ટેમ્બર ૨૦૧૬ બાદ પ્રથમ વખત વનડે એક બીજા સામે ટકરાશે. અત્યાર સુધી રમાયેલ ૧૨ વર્લ્ડ કપ માંથી આંઠમા બંન્ને ટિમો વચ્ચે ઓછામાં ઓછી ૧ મેચ તો રમાઇ છે. શ્રીલંકાના ઝડપી બોલર નુવાન પ્રદીપ અને લસીથ મલિંગા પર બોલિંગની સંપૂર્ણ જવાબદારી રહેશે.

ઓવલ ના મેદાન માં આજનું ૧૩ થી ૨૧ ડિગ્રી તાપમાન છે. જેથી વરસાદ પણ બંન્ને ટિમ માટે વિલન સાબિત થઈ શકે છે.

(1:20 pm IST)