ખેલ-જગત
News of Saturday, 15th June 2019

ભારત - પાકિસ્તાનની મેચમાં હળવા વરસાદની આગાહી

ઈંગ્લેન્ડના સમય મુજબ સવારે ૧૦, બપોરે ૧૨ અને સાંજે ૫ વાગ્યે હળવો વરસાદ પડશે

મેન્ચેસ્ટર : જે મેચની ટિકિટ ૮૦થી ૯૦૦ પાઉન્ડમાં વેચાઈ રહી છે એ ભારત-પાકિસ્તાન હાઈ-વોલ્ટેજ મેચમાં યુકેના હવામાન ખાતાએ હળવા વરસાદની આગાહી કરી છે. સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થશે. હળવો વરસાદ સવારે ૧૦વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે અને સાંજે પાંચ વાગ્યે આવશે એવી આગાહી કરવામાં આવી છે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં વરસાદને કારણે કુલ ૪ મેચનાં પરિણામ નીકળી શકયા નહોતાં.

(1:09 pm IST)