ખેલ-જગત
News of Sunday, 15th April 2018

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે કાલે દિલ્હીની આકરી પરીક્ષા

જેસન રોય ફોર્મમાં આવતા દિલ્હીમાં આત્મવિશ્વાસ : મેચનું રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ : મેચને લઇને રોમાંચ

કોલકાતા, તા. ૧૫ : કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આઇપીએલની તમામ મેચોમાં જોરદાર રોમાંચ રહ્યો છે અને મેચો અંતિમ ઓવર સુધી પહોંચી છે. આવી સ્થિતિમાં આવતીકાલે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સ જોરદાર દેખાવ કરવા પ્રયાસ કરશે. બીજી બાજુ જેસન રોય ફોર્મમાં આવી જતાં ગૌત્તમ ગંભીરના નેતૃત્વમાં દિલ્હીની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જેસન રોયે છેલ્લી મેચમાં મુંબઈ સામે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. કેકેઆરની હવે દિલ્હી સામે કસોટી થશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.  ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.  આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. આવતીકાલે રમાનારી મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. હાલમાં પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ બન્ને મેચો જીતીને પ્રથમ સ્થાન પર છે. જ્યારે સનરાઇઝ હૈદરાબાદ પણ પોતાની બંને મેચ જીતી ચુક્યું છે. કોલકાતા તરફથી દિનેશ કાર્તિક પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન રસેલે આક્રમક ઇનિંગ્સો રમીને તમામને પ્રભાવિત કર્યા છે. પંત પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તે દિલ્હી સામે સારા સમાચાર છે. મુનરો હજુ સુધી ફ્લોપ રહ્યો છે. બન્ને ટીમો નીચે મુજબ છે.

દિલ્હી ડેરડેવિલ્સ : અભિષેક શર્મા, કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન, ગંભીર (કેપ્ટન), ઘોષ, ગુરકિરત, અય્યર, લમીચન્ને, કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય, શંકર, શો, ટેવાઇટિયા, જાદવ.

કોલકાતા નાઇટ રાઇડર્સ : કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.

(7:51 pm IST)