ખેલ-જગત
News of Friday, 15th March 2019

સુનિલ ગાવસ્કરે MCCની ટેસ્ટમાં એક પ્રકારના બોલના સુચનને વખોડ્યો

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા એમસીસીની વર્લ્ડ ક્રિકેટ કમીટીના આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં દરેક ટેસ્ટમાં એક પ્રકારના બોલ વાપરવાના સુચનને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો સ્ટાન્ડર્ડ બોલ વાપરવામાં આવે તો વિદેશમાં રમવાની ચેલેન્જ ખતમ થઈ જશે અને વિદેશમાં ટેસ્ટ જીતવાનું મહત્વ વધુ છે. મને ખબર નથી પડતી કે ઘણા લોકો આ કમીટીના સુચનોને વધુ મહત્વ કેમ આપી રહ્યા છે? મને વ્યકિતગત રીતે એવુ લાગે છે કે અલગ અલગ પરિસ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટ રમાવુ જોઈએ. ફકત વિવિધ દેશ જ નહિં, વિવિધ ગલીઓની કન્ડીશન્સ પણ અલગ હોય છે. કોઈ ખેલાડી ગ્રેટ ત્યારે બને છે જયારે તે વિદેશની પ્રતિકુળ પરિસ્થિતિમાં સારૂ પફોર્મ કરતો હોય છે.

(3:48 pm IST)