ખેલ-જગત
News of Saturday, 15th February 2020

ભારતીય બોલરો ખીલ્યાઃ ન્યુઝીલેન્ડ ઈલેવન ૨૩૫માં ઓલઆઉટઃ ટીમ ઈન્ડિયા બીજા દાવમાં ૫૯/૦

હેમીલ્ટનમાં રમાઈ રહેલ પ્રેકટીસ મેચમાં બીજા દિવસે ન્યુઝીલેન્ડ ઈલેવનની ટીમ ૨૩૫ રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. બુમરાહ, ઉમેશ યાદવ, નવદીપ સૈનીને ૨-૨ અને મોહંમદ શમીને ૩ વિકેટ મળી છે. બીજા દાવમાં ભારતે વિનાવિકેટે ૫૯ રન બનાવી લીધા છે. પૃથ્વી શો ૩૫ અને મયંક અગ્રવાલ ૨૩ રને દાવમાં છે. કુલ લીડ ૮૭ રનની થઈ છે.

(11:21 am IST)