ખેલ-જગત
News of Wednesday, 14th February 2018

મહિલા ક્રિકેટરોએ પણ રંગ રાખ્યોઃ આફ્રિકાને કચડી નાખ્યુઃ મિતાલીના આણનમ ૫૪ રન

પોટચેફસ્ટ્રુમઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ સાઉથ આફ્રિકાને કચડ્યું છે અને ૅંટી-૨૦  સિરીઝની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું છે બોલર્સ જબરા પ્રદર્શન બાદ કેપ્ટન અને ઓપનિંગ ખેલાડી મિતાલી રાજના અણનમ ૫૪ રનની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચ મેચની સિરીઝમં ૧-૦ થીસરસાઈ મેળવી લીધી છે.વનડે સિરીઝ ૨-૧થી જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૧૬૫ રનનું લક્ષ્યાંક મિતાલી રાજના અણનમ ૫૪ રનની મદદથી ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટ પર ૧૬૮ રન બનાવીને પ્વિજય હાંસલ કર્યો હતો મિતાલીએ ૪૮ બોલમાં છ ચોગ્ગા અને એક સિકસ ફટકાર્યાં હતાં.તેણે સ્મૃતિ મંધાના (૨૮)ની સાથે પહેલી વિકેટ માટે ૪૭ અને પ્રથમ મેચ રમી રહેલી જેમિમા રોડ્રિગેજ (૩૭) સાથે ત્રીજી ઓવર માટે ૬૯ રનની ભાગીદારી કરી હતી.મિતાલીએ ત્યાર બાદ વેદા કૃષ્ણમૂર્તિ (અણનમ ૩૭) સાથે ચોથી વિકેટ માટે ૫.૨ ઓવરમાં ૫૨ રનની અતૂટ ભાગીદારી કરી ટીમને વિજય તરફ પહોંચાડી હતી. વેદાએ ૨૨ બોલની પોતાની ઇનિંગમાં ત્રણ સિકસ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ડેન વોર્ન નીકર્ક (૩૮), કલો ટાયરન (અણનમ ૩૨) અને મિગનોન ડુ પ્રીજ (૩૧)ની ઇનિંગ્સની મદદથી ચાર વિકેટ પર ૧૬૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી અનુજા પાટીલ સૌથી સફળ બોલર રહી હતી, જેણે ૨૩ રન આપીને બે વિકેટ પ્રાપ્ત કરી હતી. શિખા પાંડે અને પૂજા વસ્ત્રકારને એક-એક વિકેટ મળી હતી. બીજી ટ્વેન્ટી ૨૦ મેચ ૧૬ ફેબ્રુઆરીએ ઈસ્ટ લંડનમાં રમાશે.

(5:25 pm IST)