ખેલ-જગત
News of Friday, 15th January 2021

ભારતની સ્‍ટાર શટલર સાઇના નેહવાલનો થાઇલેન્‍ડ ઓપન-2020ના બીજા રાઉન્‍ડમાં પરાજય થતા સ્‍પર્ધાની બહાર

બેંગકોકઃ ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ થાઈલેન્ડ ઓપન-2020ના બીજા રાઉન્ડમાં હારની સાથે બહાર થઈ ગઈ છે. તેને ગુરૂવારે મહિલા સિંગલ મુકાબલામાં બુસાનન ઓંગમબરંગફાન વિરુદ્ધ 23-21, 14-21, 16-21થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.

નેહવાલે પ્રથમ ગેમ સંઘર્ષની સાથે  23-21થી જીતી પરંતુ આગામી બંન્ને ગેમમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ગેમમાં બુસાનને દમદાર પ્રદર્શન કર્યું અને  21-14થી જીતી હતી. પછી ત્રીજી ગેમમાં સાઇના થાકેલી જોવા મળી અને 14-21થી હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

(5:13 pm IST)