ખેલ-જગત
News of Wednesday, 15th January 2020

20 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની કમાન સંભાળશે રાની

નવી દિલ્હી:  સ્ટ્રાઇકર રાની 25 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે 20 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરશે. મંગળવારે હોકી ઈન્ડિયાએ આ ટૂર માટે ટીમની ઘોષણા કરી હતી, જેમાં ગોલકીપર સવિતા ઉપ-કપ્તાન તરીકે હતા.ભારતીય ટીમ આ ટૂરમાં કુલ પાંચ મેચ રમશે, જેમાં 4 ફેબ્રુઆરીએ બ્રિટન સામેની મેચનો સમાવેશ છે. આ પ્રવાસ 5 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડની ટીમ સાથેની મેચ સાથે સમાપ્ત થશે.ટીમ નીચે મુજબ છે: રાની (કેપ્ટન), સવિતા (ઉપ-કપ્તાન), રજની ઇતિમારપુ, દીપ ગ્રેસ એક્કા, ગુર્જિત કૌર, રીના ખોખર, સલિમા તેતે, સુશીલા ચાનુ, નિશા, નમિતા ટોપો, ઉદિતા, મોનિકા, લીલીમા મિંજ, નેહા, સોનિકા, શર્મિલા દેવી, નવનીત કૌર, લાલરેમસિઆમ્મી, વંદના કટારિયા, નવજોત કૌર

(5:23 pm IST)