ખેલ-જગત
News of Wednesday, 15th January 2020

બે વર્ષ બાદ ટેનિસ કોર્ટમાં સાનિયા મિર્ઝાની ધમાકેદાર રી-એન્ટ્રી: પહેલી જ મેચમાં જીત

જાપાનની મિયૂ કેટોની જોડીને હરાવી: સાનિયાની જોડીએ 2-6 7-6 (3) 10-3 થી જીત મેળવી

નવી દિલ્હી : ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ડબ્લ્યૂટીએ સર્કિટમાં જીત સાથે ધમાકેદાર વાપસી કરી છે. 33 વર્ષની સાનિયાએ  હોબાર્ટ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં મહિલા યુગલ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હતું

   બે વર્ષ બાદ કોર્ટમાં વાપસી કરતાં સાનિયા અને યૂક્રેની સાથી નાદિયા કિચેનોકે જૉર્જિયાની ઓકસાના કલાશનિકોવા અને જાપાનની મિયૂ કેટોની જોડીને હરાવી. 1 કલાક 41 મિનિટ સુધી ચાલેલ મેચમાં સાનિયાની જોડીએ 2-6 7-6 (3) 10-3 થી જીત મેળવી. હતી

  હવે સાનિયા-નાદિયાની જોડીની આગામી મેચ અમેરિકાની વાનિયા કિંગ અને ક્રિસ્ટીના મૈકહેલ સામે રમાશે, આ જોડીએ જૉર્નિના ગાર્સિયા પેરેજ અને સારા સોરિબેસ ટૉર્મોની ચોથા નંબરની સ્પેનની ઓડીને 6-2 7-5 થી હરાવી.હતી 

  હોબાર્ટમાં સાનિયાએ વાપસી પહેલાં છેલ્લે ઓક્ટોબર 2017 માં ચાઇના ઓપનમાં ભાગ લીધો હતિ. બે વર્ષ દૂર રહ્યા દરમિયાન સાનિયાએ મા બનવા માટે ઔપચારિક બ્રેક લેતાં પહેલાં વાગવાના કારણે બ્રેક લેવો પડ્યો હતો.

(12:03 pm IST)