ખેલ-જગત
News of Wednesday, 15th January 2020

રોહિત શર્મા વન-ડે ક્રિકેટ ઓફ ધ યર : કોહલીની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી

આઈસીસી દ્વારા એવોર્ડની ઘોષણા : દિપક ચાહર ટી-૨૦ પર્ફોર્મન્સ ઓફ ધ યર : વર્લ્ડકપ ૨૦૧૯માં ખેલભાવના માટે વિરાટ કોહલીને સ્પીરીટ ઓફ ક્રિકેટનો એવોર્ડઃ ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમીન્સની ટેસ્ટના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી

નવી દિલ્હી, તા.૧૫ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) દ્વારા ૨૦૧૯ના એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. જેમાં ભારતીય ઓપનર રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયો છે. જયારે વિરાટ કોહલીની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડકપ ૨૦૧૯માં ખેલભાવના માટે કોહલીને સ્પીરીટ ઓફ ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન દર્શકોને સ્મિથને ન ચીડવવા કહ્યુ હતું.

જયારે ઈંગ્લેન્ડને વર્લ્ડકપ અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસને પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ૨૦૧૯માં ૫૯ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમીન્સને સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે જયારે અમ્પાયર રિચર્ડ ઈલીંગવર્થને અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો છે.

ઓસ્ટ્રેલિયાના માર્નશ લબુશાને ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ, ટી-૨૦માં પર્ફોર્મન્સ ઓફ ધ યર તરીકે ભારતીય સ્પીનર દિપક ચાહરને મળ્યો છે. દિપકે બાંગ્લાદેશ સામે ટી-૨૦માં માત્ર ૭ રન આપી ૬ વિકેટો (હેટ્રીક સાથે) લીધી હતી.(૩૭.૧૧)

આઈસીસી વન ડે ટીમ ઓફ ધ યર

 

 

ખેલાડી

પ્લેઈંગ રોલ

દેશ

રોહિત શર્મા

બેટ્સમેન

ભારત

શાઈ હોપ

વિકેટકીપર

વેસ્ટ ઈન્ડિઝ

વિરાટ કોહલી

બેટ્સમેન

ભારત

બાબર આઝમ

બેટ્સમેન

પાકિસ્તાન

કેન વિલિયમ્સન

બેટ્સમેન

ન્યૂઝીલેન્ડ

બેન સ્ટોકસ

ઓલ રાઉન્ડર

ઈંગ્લેન્ડ

જોસ બટલર

વિકેટકીપર-બેટ્સમેન

ઈંગ્લેન્ડ

મિશેલ સ્ટાર્ક

બોલર

ઓસ્ટ્રેલિયા

ટ્રેન્ટ બોલ્ટ

બોલર

ન્યૂઝીલેન્ડ

મોહમ્મદ શામી

બોલર

ભારત

કુલદીપ યાદવ

બોલર

ભારત

(3:54 pm IST)