ખેલ-જગત
News of Wednesday, 14th November 2018

વિમેન્‍સ વર્લ્‍ડ ટી-૨૦ કપની મેચમાં ભારતીય કેપ્‍ટને જીત્‍યા તમામના દિલ

રાષ્‍ટ્રગીત વાગતું હતું ત્‍યારે બેહોશ થઈ ગઈ મેસ્‍કોટ ગર્લ, હરમનપ્રીતે ગોદમાં ઉઠાવી લીધી

વિમેન્‍સ વર્લ્‍ડ ટી-૨૦માં ભારતે પાકિસ્‍તાનને ૭ વિકેટથી હરાવી દીધુ હતું. આ મેચ પહેલા એક એવી ઘટના બની હતી ત્‍યારબાદ ભારતીય ટીમની કેપ્‍ટન હરમનપ્રીત કૌરની સોશ્‍યલ મીડીયામાં ઘણી પ્રશંસા થઈ રહી છે. પ્રશંસકોએ ન્‍યુઝીલેન્‍ડ સામે સદી કરનાર હરમનને આ ઘટના બાદ હ્યુમન બીઈંગ એવું નામ આપ્‍યું છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની મેચ પહેલા નેશનલ એન્‍થમ ગાવામાં આવી હતી. દરમિયાન હરમનપ્રીત સાથે આવેલી એક બાળકી જે મેસ્‍કોટ તરીકે આવી હતી તે મેદાન પર જ બેહોશ થવા લાગી હતી જેને હરમને રાષ્‍ટ્રગીત પૂરૂ થાય ત્‍યાં સુધી સંભાળી રાખી હતી જે વાઈરલ થયેલા વિડીયોમાં દેખાય છે. નેશનલ એન્‍થમ સમાપ્‍ત થવાની સાથે જ તેને ઉંચકી લીધી હતી તેમ જ ત્‍યાં હાજર રહેલા અધિકારીઓને સોંપી હતી તેના આ કામની ઘણી પ્રશંસા થઈ રહી છે.

(4:41 pm IST)