ખેલ-જગત
News of Friday, 14th September 2018

સારી પહેરી, ચાંદલો ચોળીને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કિન્નરોને આપ્યું સન્માન

નવી દિલ્હી:આવું કંઇક પ્રથમવાર બન્યુ છે જ્યારે કોઇ ક્રિકેટરે કિન્નરોના સન્માનને મહત્વ આપ્યું છે, માત્ર આટલું જ નહી, કિન્નર વેશભૂષામાં પોતાને સોશિયલ મીડિયામાં પ્રેઝેન્ટ કર્યો છે. જી હાં, વાત થઇ રહી છે ક્રિકેટર ગૌતમ ગંભીરની.અનુભવી ક્રિકેટર ગૌતમ ગંભીર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સલાહ લોકો સમક્ષ મૂક્વામાં પાછળ નથી. કોઇ પણ પ્રકારની તૈયારી વીના તેઓ પોતાના વાત કહેવી તેમની ખાસિયત છે. સામાજીક મુદ્દાઓ પર તેમની સલાહ સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે.હાલમાં ગંભીરની તાજા તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે. મજાની વાત એ છે કે, આ તસવીરોમાં તે માથા પર બિંદી લગાવેલ અને દુપટ્ટો ઓઢેલ નજર આવી રહ્યા છે. પ્રથમવાર આ તસવીરો જોઇ લોકો દંગ રહી ગયા, પરંતુ જ્યારે સત્યની ખબર પડી ત્યારે સતત તેમના વખાણ થઇ રહ્યા છે.ખરેખર, ગૌતમ કિન્નર સમાજ પ્રત્યે પોતાનું સમર્થન આપી રહ્યા છે. આ જ કારણે તેઓ ગત કેટલાક દિવસો પહેલા એક કાર્યક્રમ ‘હિઝડા હબ્બા’ના ઉદઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. ગંભીર જ્યારે આ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કિન્નરોએ પોતાની વેશભૂષામાં તૈયાર કરવામા તેમની મદદ કરી અને આથી જ તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઇ છે. ગંભીરનું માનવું છે કે, કિન્નર સન્માનનાં હકદાર છે.

(5:52 pm IST)