ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

ટેસ્ટ મેચમાં પ્રથમ બોલે છગ્ગો ફટકારનાર ક્રિસ ગેલે ક્રિકેટને કહ્યું અલવિદા

નવી દિલ્હી : ટેસ્ટ મેચમાં પ્રથમ બોલ પર સિક્સર મારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી ક્રિસ ગેલે ક્રિકેટને અલવિદા કર્યું છે વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન ગેલરે પોતાની આખરી ઇન્ટરનેશનલ મેચ રમનાર છે. તેમણે આઇસીસી વિશ્વ કપ પહેલા જ આ જાહેરાત કરી હતી કે ભારત વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ બાદ તે આ ક્રિકેટને અલવિદા કહી દેશેભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી 20 સિરીઝ રમાઇ ચૂકી છે. આજે વન ડે સિરીઝની ત્રી જી અને આખરી મેચ છે. આ બાદ ટેસ્ટ મેચ સિરીઝ રમાવાની છે. ક્રિસ ગેલને ટેસ્ટ ટીમમાં સમાવાયો નછી. સ્પષ્ટ છે કે ત્રીજી વન ડે રમ્યા બાદ ગેલની ઇન્ટરનેશનલ કેરિયર પર પૂર્ણ વિરામ મુકાઇ જશે. જોકે તે આઇપીએલ જેવી ટી20 લીગ મેચ રમતો રહેશે.

  39 વર્ષિય ક્રિસ ગેલ ન માત્ર દુનિયાના સૌશી વિસ્ફોટક બેટ્સમેનોમાં નામ સામેલ છે. પરંતુ એમની લોકપ્રિયતા પણ ગજબ છે. તેઓ પોતાની રમતનો આનંદ લેવા માટે પણ જાણીતા છે. ફિલ્ડીંગ કરતાં ડાઇવ મારે તો એ પછી એનો જશ્ન પણ મનાવે છે. 1999 માં ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરનાર આ ખેલાડી જ્યારે આ ખેલને અલવિદા કરશે તો એમના નામે અંદાજે 25 જેટલા રેકોર્ડ છે

(9:48 pm IST)