ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨નો ભારતે કર્યો બહિષ્કાર

નવી દિલ્હી: શૂટિંગને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં સામેલ નહીં કરવાથી ભારત બાદ હવે ઓસ્ટ્રેલિયા પણ આ ગેમ્સનો બહિષ્કાર કરી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (સીજીએફ) જૂનમાં બર્મિંગહામ ગેમ્સમાં શૂટિંગને સ્થાન નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. ૧૯૭૦ બાદ પ્રથમ વખત કોમનવેલ્થમાં શૂટિંગને સ્થાન અપાયું નથી. સીજીએએફના નિર્ણય બાદ ભારતમાં બર્મિંગહામ ગેમ્સનો બહિષ્કાર કરવાની માગણીઓએ જોર પકડયું છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ જણાવ્યું હતું કે રમતનો બોયકોટ કરવાનો વિકલ્પ હોઈ શકે છે. ભારત બાદ હવે ઓસ્ટ્રેલિયા પણ આ માગણીમાં સામેલ થયું છે.શૂટર્સ યૂનિયન ઓસ્ટ્રેલિયાએ (એસયૂએ) પણ ગેમ્સનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. એસયૂએના પ્રમુખ ગ્રેહામ પાર્કે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગને ફરીથી સામેલ કરવાની માગણીમાં ભારતને સમર્થન આપવું જોઈએ. જો આયોજકો શૂટિંગને સામેલ નહીં કરે તો બહિષ્કાર માટે તેમણે તૈયાર રહેવું પડશે. આયોજકો પોતાની મનમાની કરીને વિશ્વભરના શૂટર્સને ગેમ્સથી દૂર રાખી શકે નહીં. આ અમારા માટે મેડલ્સની સંભાવના ઓછી કરે છે જે અમારી રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો સવાલ છે.

(5:27 pm IST)