ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

આ બોકસર પૂરમાં ર.પ કિલોમીટર તરીને સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યો અને સિલ્વર મેડલ જીત્યો

બેંગ્લોર તા. ૧૪: કર્ણાટકના બેલગાવી જિલ્લાના મન્નૂર ગામમાં રહેતા નિશાન મનોહર કદમ નામનો બોકસર આજકાલ ચર્ચામાં છે. તે એક બોકિસંગ ઇવેન્ટમાં પહોંચવા માટે થઇને તેણે અઢી કિલોમીટર જેટલું લાંબુ અંતર પૂરના પાણીમાં તરીને કાપ્યું હતું. કર્ણાટકમાં છેલ્લા પંદર દિવસથી ખૂબ ભારે વરસાદ થઇ રહ્યો હોવાથી ૧ર જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. સાત ઓગસ્ટે મન્નૂર ગામ પણ એ પ્રભાવિત વિસ્તારોમાંનું એક હતું. ગામ આખું પાણીથી ભરાઇ ગયેલું અને ગામને જોડતા રસ્તાઓ તૂટી ગયા હતા. રેસ્કયુ ટીમ માટે પણ અહીં પહોંચવાનું અઘરૃં થઇ ગયું હતું. જોકે નિશાનને બેન્ગલોરમાં થનારી એક ઇવેન્ટમાં ભાગ લેવા જવાનું હતુ. ૧૯ વર્ષના યુવાને પોતાની બોકિસંગ કિટ પ્લાસ્ટિકની બેગમાં પેક કરી અને તેના પપ્પાની સાથે નીકળી પડયો. બન્ને ૪પ મિનિટ પાણીમાં તરીકે જિલ્લા બોકિસંગની ટીમ જયાં રાહ જોઇ રહી હતી એ જગ્યાએ પહોંચ્યા. ત્યારબાદ બેન્ગલોર પહોંચીને રવિવારે સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાં નિશાન મેચ રમ્યો અને સિલ્વર મેડલ જીત્યો હતો. નિશાન ૧૯ વર્ષનો છે અને બારમા ધોરણમાં ભણે છે. બે ર્વા પહેલાં જ તેણે અર્જુન એવોર્ડ વિનર કેપ્ટન મુકુંદ કિલેકર પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું છે. નિશાન કહે છે, 'પૂરની સ્થિતિ હોવા છતાં કોઇપણ ભોગે વેન્ટની જગ્યાએ પહોંચવા માટે મારા પિતાએ મને ખૂબ હિંમત આપી હતી. જોકે હું ગોલ્ડ મેડલ ન જીતી શકયો. આવતા વર્ષે જરૂર ગોલ્ડ જીતવાનો પ્રયત્ન કરીશ.'

(3:29 pm IST)