ખેલ-જગત
News of Tuesday, 14th August 2018

એશિયન ગેમ્સના ભારતીય સ્કવોશ ખેલાડીઓને કોચની નથી જરૂર:રમતવીરો પોતાની જાતે કરી રહ્યાં છે પ્રેક્ટિસ

કોચ સામે સવાલ ઉઠાવતા ખેલાડીઓએ કહ્યું તે ફક્ત પ્રશાસકોની ભૂમિકા નિભાવી શકે છે

નવી દિલ્હી :એશિયન ગેમ્સના ભારતીય ખેલાડીઓએ કોચની જરૂરિયાત સામે સવાલ ઉઠાવ્યા છે અને પોતે જાતે જ કોચ વગર પ્રેક્ટીસ કરી રહયા છે એશિયન ગેમ્સમાં ભાગ લેવા જતા  ભારતીય સ્કવોશ ખેલાડીઓએ ટીમમાં સાઇરસ પોંચા અને ભુવનેશ્વરી કુમારીના કોચના રૂપમાં હાજરી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તે ફક્ત પ્રશાસકોની ભૂમિકા નિભાવી શકે છે. એશિયન ગેમ્સ માટે પસંદ થયેલા આઠ ખેલાડી પૂર્ણકાલિન કોચ વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે. મોટાભાગના કુમારી કે પોંચા સાથે પ્રેક્ટિસ કરતા નથી.

  સોળ વખતની ચેમ્પિયન ભુવનેશ્વરીની ખેલાડી તરીકેની સિદ્ધિઓ શાનદાર રહી પણ છે પણ રાષ્ટ્રીય ટીમના કામકાજ સાથે જોડાયેલ નથી. તે ફક્ત એશિયન ગેમ્સ કે કોમનવેલ્થ ગેમ્સમાં જ ટીમ સાથે આવે છે. પોંચા ભલે કાગળો પણ કોચ હોય પણ તે મેનેજરનું જ કામ કરે છે. તે ગત મહિને ચેન્નાઈમાં યોજાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ટૂર્નામેન્ટ નિર્દેશક હતા.
   ખેલાડીઓએ જોકે ફિઝિયો ડિમ્પલ માથિવનનની નિમણુકને આવકારી છે. રમત મંત્રાલયે સ્કવોશ દળને સરકારી ખર્ચ પર મંજુરી આપી છે. એક ખેલાડીએ કહ્યું હતું કે અમારી પાસે પૂર્ણકાલિન કોચ નથી તો વધારે વિકલ્પ પણ નથી. તેમની ભૂમિકા કોચની નથી પણ પ્રશાસકોની છે. પોંચા ચેન્નાઈમાં રહે છે જ્યારે કુમારી દિલ્હીમાં પોતાની એકેડમી ચલાવે છે. બંને   2014માં એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં સાથે ગયા હતા. આ વર્ષે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં પણ ભારતીય દળનો ભાગ હતા.

   ખેલાડીઓના સવાલોને લઈને એસઆરએફઆઈ અધિકારીઓ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. પોંચાએ ફોનનો જવાબ આપ્યો ન હતો. જ્યારે કુમારીએ કહ્યું હતું કે મહાસંઘ કોચના નામ નક્કી કરે છે. તમે તેમને પુછો મને નહીં. હું દિલ્હીમાં પોતાની એકેડમીમાં વ્યસ્ત છું અને બોલાવશે ત્યારે દેશ માટે સેવા આપીશ.

   આ દરમિયાન વિદેશમાં પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડી સૌરવ ઘોષાલ, જોશના ચિનપ્પા અને દીપિકા પલ્લીકલ ચેન્નાઈ પરત ફર્યા છે. મહિલા ટીમ જાતે પ્રેક્ટિસ કરી રહી છે અને પુરુષ ટીમ માટે ઇંગ્લેન્ડના ડેક્લાન જેમ્સને બોલાવ્યો છે.

(12:06 am IST)