ખેલ-જગત
News of Thursday, 14th June 2018

ફિફા વર્લ્ડકપ:રશિયન મહિલાઓ ફૂટબોલ ફેન્સ સાથે યૌનસંબંધો બનાવી શકે છે :પુતિને ખુલ્લી છૂટ આપી

ફૂટબોલ ફેન્સ સાથે યૌન સંબંધો બનાવી મિશ્રિત પ્રજાતિઓની સિંગલ મધર બનવાથી દૂર રહે;મહિલા સાંસદની સલાહ

     રશિયામાં ફિફા વર્લ્ડકપનો ફીવર છવાયો છે દેશ વિદેશના ફૂટબોલ પ્રેમીઓ રશિયા પહોંચ્યા છે ત્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે, રશિયન મહિલાઓ ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન આવનારા ફૂટબોલ ફેન્સ સાથે શારીરિક સંબંધો બનાવી શકે છે. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે, ‘રશિયન મહિલાઓએ જાતે વિશે બધું નક્કી કરવાનું છે, તે દુનિયાની સૌથી સુંદર મહિલાઓ છે.’

  અગાઉ એક મહિલા સાંસદે કહ્યું હતું કે, ‘રશિયન મહિલાઓ ફૂટબોલ ફેન્સ સાથે યૌન સંબંધો બનાવી મિશ્રિત પ્રજાતિઓની સિંગલ મધર બનવાથી દૂર રહે.’

70 વર્ષીય તમારા પલેનેવાએ ગોવિરિટ મોસ્કવા રેડિયો સ્ટેશન પર જણાવ્યું હતું કે, તે આશા રાખે છે મહિલાઓ ટૂરિસ્ટ સાથે ડેટ પર નહીં જાય અને ગર્ભવતી નહીં બને. તેમણે કહ્યું કે, રશિયા દ્વારા આયોજિત વર્લ્ડકપનો અર્થ એવો થઈ શકે છે કે, ‘યુવતીઓ, મહિલાઓ કોઈને મળશે અને પછી બાળકો પેદા કરશેહું આશા રાખું છું કે, આવું થાય.’

   તેમણે મૉસ્કોમાં 1980માં યોજાયેલા ઑલિમ્પિકની સ્થિતિ સાથે તુલના કરી જ્યારે કેટલીક લોકલ મહિલાઓ વિદેશીઓ સાથે સંપર્કમાં આવી અને ગર્ભવતી બની ગઈ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ફૂટબોલ વર્લ્ડકપથી રશિયામાં જન્મદરમાં વધારો થશે ત્યારે પલેનેવાએ જવાબ આપ્યો કે, ‘આપણે આપણા બાળકોને જન્મ આપવો જોઈએ.’ તેમણે ચેતવણી આપી કે, મિશ્ર પ્રજાતિના બાળકોનો ઉછેર સિંગલ ફાધર-મધરના પરિવારમાં થાય છે.

  તેમણે કહ્યું કે, આવા સંબંધોથી એ વાતનો ખતરો રહેશે કે, ‘જન્મેલા બાળકોને ત્યાગી દેવામાં આવશે અને તેમને બસ તેની મા પાસે છોડી દેવામાં આવશે. અથવા અન્ય પરિસ્થિતિમાં બાળકને તેનો પિતા વિદેશ લઈ જશે. જ્યારબાદ આ મહિલાઓને રશિયન નાગરિક સાથે લગ્ન કરવાની ઈચ્છા પેદા થાય.’

(12:52 am IST)