ખેલ-જગત
News of Thursday, 14th June 2018

ફીફા વર્લ્ડકપમાં ચેમ્પિયન થવા માટે રોનાલ્ડો સંભવતઃ બધા જ પ્રયત્ન કરી છૂટશેઃ કાલે સ્પેન અને પોર્ટુગલ વચ્‍ચે ખરાખરીનો જંગ

મોસ્‍કોઃ યૂરોપીય ચેમ્પિયન પોર્ટૂગલ ફિફા વિશ્વકપ 2018માં શુક્રવારે જ્યારે પડોશી સ્પેન વિરૂદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે, તો બધાની નજર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર ટકેલી રહેશે. રોનાલ્ડોએ પોતાના ચમકદાર કરિયરમાં વિશ્વકપ ટ્રોફી મેળવવા માટે સંભવત: બધા જ પ્રયત્ન કરશે.

સ્પેનની ટીમ આ મેચમાં કોચ જુલેન લોપેટેગુઈને અચનાક જ બરતરફ કરવાના નિર્ણયથી ભાવૂક મેદાન પર ઉતરશે. લોપેટેગુઈને રિયલ મેડ્રિડ સાથે જોડવા જઈ રહ્યાં છે, જે રોનાલ્ડોની ક્લબ છે. તે ઉપરાંત સ્પેનના છ ખેલાડી પણ આ ક્લબથી જોડાયેલા છે અને આ માટે જ્યારે 33 વર્ષિય રોનાલ્ડો પોતાના ક્લબના સાથીઓ વિરૂદ્ધ નજર આવશે તો રોમાંચક નજારો હશે.

જોકે, રોનાલ્ડો હાલમાં ક્લબ વિશે નહી પરંતુ વિશ્વકપ વિશે વિચારી રહ્યો છે, કેમ કે તેમના નામ પર જો કોઈ ટ્રોફી નોંધાયેલી નહોય તો તે વિશ્વકપ છે. પોર્ટૂગલને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. તેને બે વર્ષ પહેલા ફ્રાન્સને હરાવીને યૂરોપીય ખિતાબ જીત્યો હતો.

રોનાલ્ડો ભલે હવે 33 વર્ષના છે, પરંતુ તેઓ શારીરિક રૂપે ખુબ જ મજબૂત છે અને વર્તમાન બૈલોન ડિઓર વિજેતા છે. તેઓ જ્યાર સુધી ઈચ્છે ત્યાર સુધી રમી શકે ચે પરંતુ 2022માં પોતાના પાંચમાં વિશ્વકપમાં તેમની વાપસીની કલ્પના કરવી મુશ્કેલ છે.

જો તેમને પોતાના નામના આગળ વિશ્વકપ વિજેતા જોડવું છે તો આ સર્વશ્રેષ્ઠ તક છે. આનાથી શાનદાર શું હોઈ શકે કે પોર્ટૂગલ પોતાના પડોશી વિરૂદ્ધ જીત નોંધાવીને ગ્રુપ બીમાં ટોચનો સ્થાન મેળવે જેમાં ઈરાન અને મોરક્કો બે અન્ય ટીમો પણ છે.

પોર્ટૂગલના તેમના સાથી જોઓ મારિયોએ કહ્યું, 'નિશ્ચિત રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલ દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને તેઓ આ વિશ્વકપમાં ટોચના ખેલાડી રહેશે. તેમના વિશે કહેવા માટે કોઈ શબ્દ નથી'

પોર્ટૂગલે આ પહેલા જ્યારે કોઈ મોટી ટૂર્નામેન્ટમાં સ્પેનને હરાવ્યું હતું, ત્યારે રોનાલ્ડો તે મેચમાં રમ્યો હતો. યૂરો 2004ની ગ્રુપ સિરીઝની આ મેચમાં પોર્ટૂગલે 1-0થી જીત નોંધાવી હતી. ત્યારે તે માત્ર 19 વર્ષનો હતો અને હાલમાં તે પોતાના દેશ તરફથી સૌથી વધારે ગોલ કરનાર ખેલાડીઓમાં સામેલ છે. રોનાલ્ડોના નામે 81 ગોલ નોંધાયેલા છે.

અલજીરિયા વિરૂદ્ધ હાલની મિત્રતા મેચમાં તેને પોતાની 150મી મેચ રમી હતી. યૂરો 2016ની ફાઈનલમાં તેઓ માત્ર 25 મીનિટ રમી શક્યો હતા અને ઈજાગ્રસ્ત થવાના કારણે તેને બહાર બેસવું પડ્યું હતું. ત્યારે ઈડેરના વધારાના સમયના સમયના ગોલથી પોર્ટૂગલ ચેમ્પિયન બન્યો હતો.

વિશ્વકપમાં અત્યાર સુધી રોનાલ્ડો ત્રણ ટૂર્નામેન્ટમાં માત્ર ત્રણ ગોલ કરી શક્યો છે અને તે રશિયામાં પોતાનો રેકોર્ડ સુધારવા માટે નિશ્ચિત રીતે પ્રતિબદ્ધ હશે. પોર્ટૂગલને ત્યાર બાદ ઈરાન અને મોરક્કોની અપેક્ષાકૃત નબળી ટીમોનો સામનો કરવાનો છે.

(6:18 pm IST)