ખેલ-જગત
News of Thursday, 14th June 2018

મેસ્સી, રોનાલ્ડો અને નેમાર વચ્ચે શ્રેષ્ઠતા સાબિત કરવાનો પડકાર

આજથી શરૂ થશે એકવીસમો ફૂટબોલ વર્લ્ડકપ : મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ઓપનીંગ સેરેમનીમાં પર્ફોમ કરશે વિલ સ્મિથ અને સિંગર નિકી જેમ

ફૂટબોલના સૌથી મોટા ઉત્સવ ફૂટબોલ વર્લ્ડકપનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એકવીસમાં વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે ૩૨ ટીમો એડીચોટીનું જોર લગાવશે. રમતજગતમાં સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ પૈકી એક ફૂટબોલ વર્લ્ડકપ પર સમગ્ર વિશ્વની નજર છે. રશિયામાં પહેલી વખત વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. યજમાન હોવાને કારણે જ એ વર્લ્ડકપ માટે કવોલીફાય થઈ શકયુ છે. વર્લ્ડકપની પહેલી મેચમાં એની ટક્કર લુઝનિકી સ્ટેડિયમમાં સાઉદી અરેબિયા સાથે થશે. ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે આ પહેલી મેચ રમાશે. આજથી શરૂ થઈ ૩૨ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ સ્ટેડિયમમાં ૬૪ મેચ રમાશે. જેમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લેશે.

ત્રણ દિગ્ગજો વચ્ચે ટક્કર

વર્લ્ડકપમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે. જેમાં ત્રણ મહાન ખેલાડીઓ લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિઆનો રોનાલ્ડો અને નેમારનો સમાવેશ છે. મેસ્સી અને રોનાલ્ડો માટે આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે. મેસ્સી આર્જેન્ટીનાનો કેપ્ટન છે અને ત્રણ વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકયો છે, પરંતુ એક પણ વખત વર્લ્ડકપ નથી જીતી શકયો. ચાર વર્ષ પહેલા બ્રાઝીલમાં રમાયેલી વર્લ્ડકપની ફાઈનલમાં જર્મનીએ આર્જેન્ટીનાને હરાવ્યુ હતું. રોનાલ્ડો પણ પોર્ટુગલની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે. બ્રાઝીલનો નેમાર વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલ - ખેલાડી છે.

૧૪ જુલાઈએ રમાશે ફાઈનલ

રશિયાના ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચ રમાશે. આ પૈકી કેટલાક સ્ટેડિયમને તો માત્ર ફિફા ફૂટબોલ વર્લ્ડકપ માટે જ તૈયાર કરવામાં આવ્યા છે. લુઝનિકી સ્ટેડિયમમાં જ ફાઈનલ મેચ રમાશે. ફૂટબોલ વર્લ્ડકપમાં રમી રહેલી ૩૨ ટીમને આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ આઠ ગ્રુપની  વહેંચવામાં આવી છે. આ આઠ ગ્રુપની ટોચની બે ટીમો પ્રિ-કવોર્ટર ફાઈનલમાં સામેલ થશે. પ્રિ-કવોર્ટર નોકઆઉટ રાઉન્ડ થશે. ત્યારબાદ કવોર્ટર ફાઈનલ રમાશે. ૧૦ અને ૧૧ જુલાઈએ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ ૧૪ જુલાઈએ રમાશે.

બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન

સ્પેન, બ્રાઝીલ, ડિફેન્ડીંગ ચેમ્પિયન જર્મની, ફ્રાન્સ, આર્જેન્ટીના જેવી ટીમો પ્રબળ દાવેદાર છે. ફૂટબોલની મોટી ટીમ ઈટલી આ વખતે વર્લ્ડકપમાં કવોલીફાય નહોતી થઈ. બ્રાઝીલ સૌથી વધુ પાંચ વખત વર્લ્ડકપ જીત્યુ છે. એ ૧૯૫૮, ૧૯૬૨, ૧૬૭૦, ૧૯૯૪ અને ૨૦૦૨માં ચેમ્પિયન બન્યુ છે. જર્મની અને ઈટલી ચાર- ચાર વખત ચેમ્પિયન બન્યુ છે. ઉરૂગ્વે અને આર્જેન્ટીનાની ટીમ બે-બે વખત ટ્રોફી જીતી ચૂકી છે. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેન એક-એક વખત ચેમ્પિયન બન્યા હતા. વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ અને બેલ્જિયમને પણ મજબૂત ગણવામાં આવી રહ્યા છે.

પેલે ઉદ્દઘાટન સમારોહમાં હાજર નહિં રહે

આઈસલેન્ડ અને પનામાની ટીમનો આ પહેલો વર્લ્ડકપ હશે. બંને ટીમો માટે આ ઈતિહાસ રચવાની તક છે. વર્લ્ડકપ શરૂ થાય એ પહેલા થનારા ઉદ્દઘાટન સમારોહમાં વિશ્વના ઘણા તબિયતને કારણે બ્રાઝીલના પેલે ઉદ્દઘાટન સમારોહમાં ભાગ નહિં લે. એકટર - રેપર વિલ સ્મિથ અને સીંગર નીકી જેમ વર્લ્ડ કપ ૨૦૧૮ના ઓફિશ્યલ સોંગ 'લીવ ઈટ અપ'થી સમારોહની શરૂઆત કરશે.

(4:35 pm IST)