ખેલ-જગત
News of Thursday, 14th June 2018

બાંગ્લાદેશમાં મેસ્સી અને નેમારના સમર્થકો વચ્ચેની હિંસામાં એકનું મોત

બાંગ્લાદેશમાં ફૂટબોલ ફીવર એના ચરમ પર છે. બ્રાઝીલ અને આર્જેન્ટીનાના સમર્થકો વચ્ચે કઈ ટીમ શ્રેષ્ઠ છે એ મામલે હિંસા ફાટી નીકળી હતી. બાંગ્લાદેશની ટીમ જો કે વર્લ્ડકપમાં રમી નથી રહી એમ છતાં મેસ્સી અને નેમારના સમર્થકો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં એક વ્યકિત તેમ જ તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. દરમિયાન ૧૨ વર્ષના કિશોરનું બ્રાઝીલના ફલેગને ઈલેકટ્રીકના થાંભલા પાસે સળગાવવા જતા કરન્ટ લાગવાને કારણે મોત નિપજ્યુ હતું.

(4:34 pm IST)