ખેલ-જગત
News of Friday, 14th May 2021

સ્ટાર ક્રિકેટર્સની ગેરહાજરીમાં પ નવોદિતને ટીમમાં ડેબ્યુની તક

ભારતીય ટીમ નાની ફોર્મેટની શ્રેણી માટે શ્રીલંકા જશે : ડોમેસ્ટિક ક્રિકેટ-IPLમાં સારો દેખાવ કરનારા કેટલાક ક્રિકેટર્સને પ્રવાસમાં તેમની પ્રતિભા દેખાડવાની તક મળશે

અમદાવાદ, તા. ૧૪ : ભારતીય ટીમ જુલાઈમાં નાની ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ રમી શકે છે. ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ રમી શકે છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૮માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યારે ટીમે ત્રિકોણીય ટી-૨૦ નિધાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજય આપીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

  જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા જશે ટીમ ઈન્ડિયા, ભારત અને શ્રીલંકા વચ્ચે ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમાશે,શ્રીલંકા પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે પાંચ સ્ટાર. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા અનેક મહત્વપૂર્ણ ખેલાડી આ વખતે શ્રીલંકાના પ્રવાસમાં નહીં હોય. કેમ કે તે સમયે આ બધા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત હશે. એવામાં ટીમ ઈન્ડિયાની પાસે નવા નામ જાહેર કરવાની સારી તક છે. અનેક યુવા સિતારાઓએ આઈપીએલ અને ડોમેસ્ટિક સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાંથી કેટલાંક સિતારા શ્રીલંકા પ્રવાસમાં પહેલી વાર ભૂરી જર્સીમાં જોવા મળી શકે છે.

મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ છેલ્લા બે વર્ષમાં આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ચક્રવર્તી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મહત્વપૂર્ણ બોલર બની ગયો છે. આઈપીએલ ૨૦૨૧માં ચક્રવર્તીએ ૭ મેચમાં ૭ વિકેટ ઝડપી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ માત્ર ૭.૮૨નો રહ્યો. ગયા વર્ષે આઈપીએલમાં તેણે ૧૩ મેચમાં ૧૭ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને ટી-૨૦માં જગ્યા મળી હતી. પરંતુ ખભાની ઈજાના કારણે તે બહાર થઈ ગયો હતો. પછી ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટી-૨૦માં તેને સ્થાન આપવામાં આવ્યું. પરંતુ તે આ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો.

૨૦ વર્ષના યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ બધાને પ્રભાવિત કર્યા છે. અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૦માં બિશ્નોઈએ સૌથી વધારે ૧૭ વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈને આઈપીએલ ૨૦૨૦ની હરાજીમાં પંજાબે ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આઈપીએલ ૨૦૨૦માં પંજાબની આશા પર ખરા ઉતરતાં તેણે ૧૪ મેચમાં ૧૨ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ ૭.૩૭નો રહ્યો. આઈપીએલ ૨૦૨૧માં બિશ્નોઈએ ૬.૧૮ની ઈકોનોમી રેટથી ૪ મેચમાં ૪ વિકેટ ઝડપી. શ્રીલંકા પ્રવાસમાં આ યુવા સ્પિનરને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

રાહુલ તેવટિયા ગયા વર્ષે આઈપીએલમાં ચર્ચામાં આવ્યો. તેવટિયાએ કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં ૫ સિક્સ ફટકારી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સે ૨૨૪ રનનો લક્ષ્ય હાંસલ કર્યો હતો. તેવટિયા એક આક્રમક બેટ્સમેનની સાથે એક ઉપયોગી સ્પિન બોલર પણ છે. સારા પ્રદર્શનના કારણે તેને આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડની સામે ટી-૨૦ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકી નહીં.

આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર દેવદત્ત પડિક્કલનું ડેબ્યુ નક્કી માનવામાં આવી રહ્યું છે. પડિક્કલને શ્રીલંકા પ્રવાસમાં ઓપનર તરીકે રમાડવામાં આવી શકે છે. આઈપીએલ ૨૦૨૦માં તે પોતાની ટીમ ઇઝ્રમ્ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતો. ૧૫ મેચમાં ૪૭૩ રન બનાવીને તેણે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતુ. તેના પછી તેણે વિજય હજારે ટ્રોફી ૨૦૨૧માં તેની બેટિંગથી બધા પ્રભાવિત થયા. તેણે ૭ મેચમાં ૧૪૭.૪ની એવરેજથી ૭૩૭ રન બનાવ્યા. જેમાં ૪ સદી અને ૩ અર્ધસદી હતી. તે પૃથ્વી શૉ પછી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યો. આઈપીએલ ૨૦૨૧માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે પોતાની પહેલી આઈપીએલ સદી ફટકારી.

  હર્ષલ પટેલે આઈપીએલ ૨૦૨૧માં શાનદાર પ્રદર્શન કર્યું. હર્ષલના આવ્યા પછી રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની બોલિંગમાં સુધારો જોવા મળ્યો. ઇઝ્રમ્ માટે પોતાની પહેલી મેચમાં હર્ષલે શાનદાર પ્રદર્શન કર્યું. મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચમાં તેણે ૨૭ રન આપીને ૫ વિકેટ ઝડપી. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનાર તે પહેલો બોલ બની ગયો. આઈપીએલ સ્થગિત થતાં સમયે હર્ષલ પટેલ ૭ મેચમાં ૧૭ વિકેટ સાથે સૌથી વધારે વિકેટ લેનારી દોડમાં ટોપ પર હતો. જમણા હાથનો આ ઝડપી બોલર શ્રીલંકા સામે ડેબ્યુ કરી શકે છે.

(7:49 pm IST)